મંત્રી કહે- દારૂ માણસને મજબૂત બનાવે છે, મજૂરો દારૂ નહીં પીવે તો...

PC: cgtop36.com

નશાબંધીને લઈને CM ભૂપેશ બઘેલના નિવેદન બાદ છત્તીસગઢનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના આબકારી મંત્રી કવાસી લખમાએ કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ બસ્તરમાં દારૂબંધી નહીં થવા દે. તેમણે દારૂ પીવાની હિમાયત કરી અને કહ્યું કે, તે માણસને બળવાન બનાવે છે, જો મજૂરો દારૂ નહીં પીવે તો તેઓ સામાન ઉપાડી શકશે નહીં અને મહેનત કરી શકશે નહીં.

કવાસીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, વિદેશમાં 100 ટકા લોકો દારૂ પીવે છે. બસ્તરમાં 90 ટકા પીવે છે, પરંતુ પીવાની સ્ટાઈલ નથી જાણતા. દારૂ પીવાથી માણસ મરતો નથી, તે બળવાન બને છે, પણ વધારે પીવાથી માણસ મરી જાય છે. એટલા માટે દારૂ અને દવા, ક્યાં તો તમે દવા ખાઓ અથવા દારૂ પીવો. તો આ રીતે થોડું પીવાનો અર્થ નહીં રહે. ખેડૂતને, લોખંડ ઉપાડનાર મજૂરને. તમે આટલું મોટું લોખંડ નહિ ઉપાડી શકશો. તેઓ મજૂરી ઉપાડી લેશે, અને સાંજે જઈને દારૂ પી લેશે. તો જ પાછા કાલે કામ કરી શકશે, નહીં તો તે મજદૂર તે કામ કરી શકશે નહીં.'

તેમણે કહ્યું કે, જો મજૂરો દારૂ નહીં પીવે તો તેઓ સામાન ઉપાડી શકશે નહીં અને મહેનત પણ કરી શકશે નહીં. રમણ સિંહે ક્યારેય કોથળો ઉપાડ્યો છે. તેમને સમસ્યા શું છે? રમણ સિંહ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'આ લોકોને અમારા જેવા લોકોની સમસ્યાઓની ખબર નથી. મેં તાડી કાપી છે, તેથી મને ખબર છે કે મારા હાથ અને પગમાં કેટલો દુખાવો થાય છે. CM ભૂપેશ બઘેલની વાતને હું સમર્થન આપું છું. હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે છત્તીસગઢમાં દારૂબંધી થશે, પરંતુ બસ્તરમાં નહીં થાય. જ્યાં સુધી હું જીવિત છું, બસ્તરમાં આવું નહીં થાય. બસ્તરમાં, તમામ દેવી દેવતાઓ, બાળકો દરેકમાં તેની પૂજા થતી હોય છે. તેના વિના અમે પ્રવાસ નથી કરતા, પૂજા પણ નથી કરતા. હું શરૂઆતથી જ કહેતો હતો.'

આ પહેલા શુક્રવારે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે દારૂબંધીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી લોકો દારૂ પીવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી કોઈ શરાબબંધી થઇ શકશે નહિ. ત્યાર પછીથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પૂર્વ CM રમણ સિંહે કોંગ્રેસ સરકાર પર દારૂબંધીના વાયદાથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ તેને મહિલાઓનું અપમાન પણ ગણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp