બોલવા મજબૂર થયો, મુસ્લિમોના મનની વાત સાંભળે PM મોદી: જામા મસ્જિદના શાહી ઈમામ

PC: theweek.in

જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ નૂહ હિંસા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં નફરતની આંધી ચાલી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુસ્લિમોના મનની વાત સાંભળવાનો આગ્રહ કર્યો. નૂહ હિંસા અને ચાલતી ટ્રેનમાં રેલવે પોલીસ જવાન દ્વારા લોકો હત્યા જેવી હાલની ઘટનાનો સંદર્ભ આપતા બુખારીએ સૂચન આપ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમુદાયના બુદ્ધિજીવીઓ સાથે વાતચીત કરે.

ઐતિહાસિક મસ્જિદમાં પોતાના શુક્રવારના ઉપદેશમાં બુખારીએ દેશની હાલની પરિસ્થિતિના કારણે મને બોલવા માટે મજબૂર થવું પડ્યું છે. દેશમાં સ્થિતિ ચિંતાજનક છે અને નફરતની આંધી દેશમાં શાંતિ માટે ગંભીર જોખમ ઉત્પન્ન કરી રહી છે. બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે પોતાના મનની વાત કહો છો, પરંતુ તમારે મુસ્લિમોના મનની વાત પણ સાંભળવાની જરૂરિયાત છે.

મુસ્લિમો હાલની પરિસ્થિતિઓથી પરેશાન છે અને પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. જામા મસ્જિદના ઈમામે આરોપ લગાવ્યો કે નફરત અને સાંપ્રદાયિક હિંસાને પહોંચીવળવામાં કાયદો નબળો સાબિત થઈ રહ્યો છે. એક ધર્મના લોકોને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. પંચાયતો આયોજિત કરવામાં આવી રહી છે, જ્યાં મુસ્લિમોના બહિષ્કરનું આહ્વાન કરવામાં આવ્યું અને તેમની સાથે વેપાર અને વ્યવહાર સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી.

બુખારીએ આગળ કહ્યું કે, દુનિયામાં 57 ઇસ્લામી દેશ છે જ્યાં ગેર મુસ્લિમ પણ રહે છે, પરંતુ તેમને તેમના જીવન કે આજીવિકા માટે કોઈ પણ જોખમનો સામનો કરવો પડતો નથી. તેમણે એ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે, હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંબંધ જોખમમાં છે. ભારતમાં એટલી નફરત કેમ? શું આપણાં પૂર્વજોએ આ જ દિવસ માટે આઝાદી હાંસલ કરી હતી. શું હવે હિન્દુ અને મુસ્લિમ અલગ-અલગ રહેશે? સ્થિતિ નિયંત્રિત કરવાનું સરકારના હાથમાં છે.

બુખારીએ કહ્યું કે, હું વડાપ્રધાન અને ગૃહ મંત્રીને કહેવાય માગું છું કે, ઉદાર બનો અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે વાત કરો. હું દેશના મુસ્લિમો તરફથી તમને કહેવા માગું છું કે, તમે અમારી સાથે વાત કરો, અમે તૈયાર છીએ, બુખારીએ સૂચન આપ્યું કે, કેન્દ્ર હાલની નફરતની આંધીથી દેશને બચાવવા માટે મુસ્લિમ સમુદાયના સભ્યો સાથે બેઠક કરી શકે છે.

જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં 31 જુલાઈની સવારે લગભગ 5 વાગ્યે ગોળીબારીની ઘટના થઈ હતી. તેમાં RPF કોન્સ્ટેબલ ચેતન સિંહે પોતાના સીનિયર ASI ટીકારામ મીણા સિવાય ત્રણ મુસાફરોની ગોળીમારીને હત્યા કરી દીધી હતી. આ મુસાફરોની ઓળખ અબ્દુલ કાદિર, અસગર અબ્બાસ શેખ અને સૈયદ સૈફુલ્લાહના રૂપમાં થઈ. પોલીસે આરોપીને 1 ઑગસ્ટે બોરીવલી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીનિયર અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું કે પૂછપરછમાં સહયોગ કરી રહ્યો નથી. ફાયરિંગ સાથે જોડાયેલા સવાલોના તે ગોળગોળ જવાબ આપે છે અને પોલીસ કસ્ટડીમાં પણ નારા લગાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp