કાશ્મીર ફરવા આવેલી છોકરીએ કહી દિલની વાતો, અંગ્રેજી સાંભળીને લોકો થઈ ગયા ફેન
જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. તેને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશાં તણાવપૂર્ણ માહોલ રહ્યો છે. કાશ્મીરમાં વર્ષ 2019મા ભારત સરકારે વિશેષ રાજ્યનો દરજ્જો રદ્દ કરી દીધો હતો અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું હતું. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર. ત્યારે પાકિસ્તાને દરેક મંચ પર કાશ્મીર આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ તેને દરેક જગ્યાએથી નિરાશા મળી હતી. જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે સહેલાણીઓ પ્રવાસે જાય છે.
કાશ્મીરની સુંદરતાના દરેક વખાણ કરતું હોય છે. એક છોકરીએ પણ કાશ્મીર જવું હતું અને કાશ્મીરમાં જઈને બરફનો સ્પર્શ કરવો હતો. તે જમ્મુ કશ્મીરના પ્રવાસે ગઈ પણ પરંતુ તેને ત્યાં થોડી નિરાશા મળી. થોડી નિરાશા એટલે કે તેની જે ઈચ્છા હતી કે કાશ્મીર જઈને બરફનો સ્પર્શ કરવો છે એ ન થઈ શક્યું પરંતુ કાશ્મીરની હરિયાળી, વાદીઓ જોઈને તે ખુશ થઈ ગઈ. આ પ્રવાસને લઈને તેણે એક ન્યૂઝ ચેનલને કહ્યું તે સૌના દિલ જીતી રહ્યું છે. તેની અંગ્રેજી સાંભળીને લોકો ફેન થઈ રહ્યા છે.
Hey,Cutie😍
— Imtiyaz Hussain (@hussain_imtiyaz) April 16, 2022
Come again in winter. Promise, it will snow then😊 pic.twitter.com/2eG7RIccPc
આ છોકરીની વાતો ઇન્ટરનેટની પબ્લિકનું દિલ જીતી રહી છે. તેનો અંગ્રેજી બોલવાનો અંદાજ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ છોકરી પોતાની ફેમિલી સાથે કાશ્મીર ફરવા આવી હતી. મન હતું બરફને સ્પર્શીને જોવાનું પરંતુ બરફ ન મળ્યો એવામાં જમ્મુ-કાશ્મીર પોલીસમાં અધિકારી ઇમ્તિયાઝ હુસેને છોકરીને સુંદર વીડિયો શેર કરતા લખ્યું કે ક્યૂટી! શિયાળામાં ફરી આવજે, પ્રોમિસ ત્યારે બરફ હશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ચૂક્યો છે.
અત્યાર સુધી આ ક્લિપને 5 લાખ 45 હજાર વ્યૂઝ અને 25 હજાર કરતા વધુ લાઇક્સ મળી ચૂકી છે. સાથે જ પબ્લિક પોતાના દિલની વાતો લખી રહી છે. વાયરલ ક્લિપમાં છોકરી અંગ્રેજીમાં કહી રહી છે કે કાશ્મીરની વાદીઓ, હરિયાળી અને નદીઓ જોઈને ખૂબ ખુશ છું. જોકે તે નિરાશા જાહેર કરતા કહે છે કે હું બરફને સ્પર્શ કરવા માંગતી હતી પરંતુ એ થઈ ન શક્યું. છોકરી કહે છે મારું નામ કૌશિકા છે. હું કાલે અહીં આવી. હું પહેલી વખત કાશ્મીર આવી છું. ખૂબ સુંદર જગ્યા છે અને અહીંની ભાષા ખૂબ જ સારી છે. હું માત્ર બરફ પકડીને જોવા માંગતી હતી પરંતુ બરફ ન મળ્યો. પરંતુ મેં બરફ, નદીઓ વગેરે જોયા છે. એ ખૂબ શાનદાર હતું. હવે આ ક્લિપને લોકો જોઈને ખૂબ શેર કરી રહ્યા છે. સાથે જ છોકરીના આત્મવિશ્વાસને જોઈને ખૂબ ઇમ્પ્રેસ પણ થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp