2 વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યા, પાર્ટનરે આપ્યો ભયાનક અંત, બેંગલુરુમાં યુવતીની હત્યા

મુંબઈમાં લિવ ઇન પાર્ટનરની હત્યાનો મામલો રુવાડા ઉભા કરી દે તેવો છે. આ દરમિયાન કર્ણાટકના બેંગલુરુમાં લિવ-ઈન પાર્ટનરની હત્યાની ઘટના સામે આવી છે. IT કંપનીમાં કામ કરતી 23 વર્ષીય યુવતીની લાશ તેના ફ્લેટની અંદરથી મળી આવી હતી. તેના મૃત્યુના સમાચાર હત્યાના બે દિવસ પછી આવ્યા, જ્યારે છોકરીની રૂમ પાર્ટનર ઘરે પાછી આવી. પોલીસે જણાવ્યું કે યુવતીનો પૂર્વ લિવ-ઈન પાર્ટનર ફરાર છે. તેઓ બે વર્ષથી સાથે રહેતા હતા પરંતુ થોડા દિવસ પહેલા યુવકનું પ્રમોશન થયું અને ટ્રાન્સફર પછી તે હૈદરાબાદ નીકળી ગયો હતો. યુવતી પણ બેંગ્લોરમાં અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગઈ હતી. બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડાઓ થવા લાગ્યા હતા. પોલીસને તેની હત્યાની શંકા છે. તેની શોધખોળ ચાલુ છે

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેની સાથે રહેતી આકાંક્ષા વિદ્યાસરની સહેલી સોમવારે ફ્લેટ પર પરત આવી અને ત્યાં તેને મૃત હાલતમાં મળી. આકાંક્ષાના સહેલીએ આ અંગે પોલીસને જાણ કરી, જે ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી.

પોલીસે જણાવ્યું કે યુવતી એડ-ટેક ફર્મમાં કામ કરતી હતી. તે જીવન વીમા નગર પાસે કોડીહલ્લી ખાતેના તેના ફ્લેટમાં અન્ય રૂમ પાર્ટનર સાથે રહેતી હતી. તે થોડા દિવસ પહેલા જ તેના એક્સ બોયફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનરથી અલગ થઈ ગઈ હતી. પોલીસે મૃતકની ઓળખ હૈદરાબાદની 23 વર્ષીય આકાંક્ષા વિદ્યાસર તરીકે કરી છે, જ્યારે શંકાસ્પદ વ્યક્તિ 29 વર્ષનો ગુર્જલ અર્પિત છે, જે હૈદરાબાદનો રહેવાસી છે.

આકાંક્ષા B.Com ગ્રેજ્યુએટ હતી અને એક પ્રાઈવેટ ફર્મમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતી. આંધ્રપ્રદેશમાં BE કરનાર અર્પિત બેંગ્લોરમાં એક ફર્મમાં એન્ટરપ્રાઇઝ સેલ્સ મેનેજર હતો. ચાર મહિના પહેલા તેની બઢતી અને બદલી હૈદરાબાદ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અર્પિતે આકાંક્ષાની હત્યાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઈમ સીન તપાસમાં જાણવા મળ્યું કે, અર્પિતે કથિત રીતે આકાંક્ષાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યાર પછી બેડશીટ લઈને તેના શરીરને લટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને તેના શરીરને જમીન પર મૂકીને ભાગી ગયો.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના સાંજે 6.15 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી જ્યારે આકાંક્ષાની રૂમપાર્ટનર નવનીતા ઘરે પરત આવી અને તેની સહેલીનો મૃતદેહ જોયો.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આકાંક્ષા અને અર્પિત બે વર્ષ પહેલા મળ્યા હતા, મિત્રો બન્યા હતા અને પછી પ્રેમમાં પડ્યા હતા. અર્પિત હૈદરાબાદ ગયો ત્યાં સુધી બંને લિવ ઇનમાં સાથે રહેતા હતા. તે પછી તેણે કોરમંગલામાં બીજી ખાનગી પેઢીમાં કામ કરવાનું શરૂ કર્યું અને નવનીતા સાથે રહેવા લાગી. અર્પિત અને આકાંક્ષાના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને તે બંનેનો બ્રેકઅપ થઇ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર અર્પિત સોમવારે આકાંક્ષાને મળવા બેંગલુરુ આવ્યો હતો. બપોરે લગભગ 3.10 વાગે બંને એકસાથે તેના ફ્લેટ પહોંચ્યા. એપાર્ટમેન્ટના CCTV ફૂટેજમાં અર્પિત સાંજે 4.50 વાગ્યાની આસપાસ ફ્લેટમાંથી એકલો બહાર નીકળતો અને 10 મિનિટમાં પાછો આવતો દેખાય છે. ત્યાર પછી તેણે ટૂંક સમયમાં જ એપાર્ટમેન્ટ છોડી દીધું. પોલીસના જણાવ્યા અનુસાર, અર્પિત પોતાનો મોબાઈલ અને બેગ એપાર્ટમેન્ટમાં જ છોડી ગયો હતો.

DCP (પૂર્વ) ભીમાશંકર S. ગુલેડ અર્પિતને શોધવા અને તેની ધરપકડ કરવા માટે ચાર ટીમો બનાવી છે. તેઓએ CCTV ફૂટેજની ચકાસણી કરી અને જાણવા મળ્યું કે શંકાસ્પદ વ્યક્તિ એપાર્ટમેન્ટને બહારથી તાળું મારીને બહાર નીકળી ગયો હતો. તેના બેંગલુરુમાં હોવા અંગે અમારી પાસે બાતમી છે.

પોલીસે આકાંક્ષાના પિતા જ્ઞાનેશ્વર વિદ્યાસરની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે. તેના માતા-પિતાએ દાવો કર્યો હતો કે, તેઓ આકાંક્ષા સાથેના અર્પિતના સંબંધો વિશે જાણતા ન હતા. મંગળવારે ઈન્દિરાનગરની સર CV રમન જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.