મુંબઈમાં રહેતી મહિલાની લિવ-ઇન પાર્ટનરે કરી હત્યા, શવના ટુકડાં કરી કુકરમાં બાફ્યા

PC: indiatvnews.com

દિલ્હીના શ્રદ્ધા વાલકર મર્ડર કેસે દેશભરમાં ચર્ચા જગાવી હતી અને હવે મુંબઈંમાં પણ એક એવો જ મામલો સામે આવ્યો છે. મુંબઈના મીરા રોડ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. એટલું જ નહીં, હત્યારાએ પુરાવાઓનો નાશ કરવા માટે શવના ટુકડાંઓને કુકરમાં બાફી નાંખ્યા. જોકે, પોતાની એક ભૂલના કારણે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોલીસે ઘટના સ્થળેથી મહિલાના શવના ઘણા ટુકડાં જપ્ત કર્યા છે. પોલીસનું કહેવુ છે કે, તે સોસાયટીમાં પોતાના એક ફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પ્રારંભિક તપાસમાં જાણકારી મળી છે કે, મહિલાનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે અને બાદમાં તેના શવના ઘણા ટુકડાં કરી દેવામાં આવ્યા.

DCP જયંત બજબાલેએ કહ્યું કે, મૃતકાની ઓળખ 32 વર્ષીય સરસ્વતી વૈદ્યના રૂપમાં થઈ છે. તે પોતાના 56 વર્ષીય ફ્રેન્ડ મનોજ સાહની સાથે આકાશગંગા સોસાયટીમાં ભાડાના એક ફ્લેટમાં છેલ્લાં ત્રણ વર્ષથી રહેતી હતી. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવવા પર આસપાસના લોકોએ પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને સોસાયટીના સાતમાં માળેથી મહિલાનું ક્ષત-વિક્ષત શવ જપ્ત કરવામાં આવ્યું. પોલીસ અધિકારીએ કહ્યું કે, મહિલાની હત્યા કર્યા બાદ તેના શવને ટુકડાંમાં કાપી નાંખ્યું. દુર્ગંધ ના આવે એટલા માટે શવના ટુકડાંને કુકરમાં બાફી દીધા. જોકે, તેમ છતા પાડોશી અજીબ દુર્ગંધથી હેરાન થઈ ગયા હતા આથી, તેમણે પોલીસને તે અંગે ફરિયાદ કરી.

સૂચના પર પોલીસે ફ્લેટમાં છાપો માર્યો. પોલીસે ઘટના સ્થળેથી શવના ટુકડાં પણ જપ્ત કર્યા છે. ઘટના સ્થળ પર ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી અને ફ્લેટમાંથી અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ વધુ જાણકારી સામે આવી શકશે. પોલીસે ફ્લેટને સીલ કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને આશંકા છે કે મહિલાના પાર્ટનરે જ તેની હત્યા કરી છે. શવને ધારદાર હત્યાર વડે કાપવામાં આવ્યું. પોલીસે લિવ-ઇન પાર્ટનરની હત્યા અને તેના શવના ઘણા ટુકડાં કરવાના આરોપમાં મૃતકના ફ્રેન્ડને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં મહિલાની નિર્દયતાપૂર્વક હત્યા કરવાની વાત સામે આવી છે. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ હત્યાનું કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસે શવના પંચનામા ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp