ગામ પહોંચેલા જવાનનું હાર્ટ એટેકથી મોત, મુસ્લિમોએ કરી અંતિમ સંસ્કારમાં મદદ

PC: therealkashmir.com

જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં એક CISF હિન્દુ જવાનનું હાર્ટ એટેક આવવાથી મોત થઈ ગયું હતું. મૃતક જવાન જે ગામનો રહેવાસી છે, તે મુસ્લિમ બહુધા વસ્તી ધરાવતું ગામ છે. CISF જવાનના મોત પર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું અને મુસ્લિમોએ શુક્રવારે CISFના આ જવાનના અંતિમ સંસ્કારમાં મદદ કરતા રીત રિવાજો પણ કર્યા. તેની અર્થીને કાંધ આપી હતી. જે જવાનનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે, તેમનો ભાઈ ગયા વર્ષે જ આતંકવાદી હુમલામાં શહીદ થઈ ગયા હતા.

અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ CISFના 55 વર્ષીય જવાન બલવીર સિંહમોત ગુરુવારે સાંજે દક્ષિણ કશ્મીરના કુલગામના કરકાન વિસ્તારમાં તેમના ઘરમાં હાર્ટ એટેક પડવાથી થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, અમૃતસરમાં તૈનાત બલવીર સિંહે પોતાના ભાઈની પહેલી પુણ્યતિથિમાં સામેલ થવા માટે રજા લીધી હતી, જેમની ગયા વર્ષે આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી, પુણ્યતિથિ અગાઉ જ તેમના નિધનથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે

અધિકારીઓના જણાવ્યા મુજબ, બલવીર સિંહનો પરિવાર ગામમાં રહેનારો એકમાત્ર હિન્દુ રાજપૂત પરિવાર છે એટલે તેના મિત્રો અને સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોએ અંતિમ સંસ્કારમાં મદદ કરી. અધિકારીઓએ જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકોએ CISFના જવાનની અર્થીને કાંધ આપી હતી. બલવીર સિંહના ભાઈ સતીશ કુમાર સિંહને ગયા વર્ષે 13 એપ્રિલના રોજ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી, જેથી તેમનું મોત થઈ ગયું હતું. તેમની હત્યાની જવાબદારી કાશ્મીર ફ્રીડમ ફાઇટર્સ નામના એક આતંકી સંગઠને લીધી હતી.

આતંકવાદીઓએ તેનાથી બરાબર પહેલા ઘાટીમાં કેટલાક પોસ્ટર લગાવ્યા હતા, જેમાં ગેર-કાશ્મીરી અને મુસ્લિમોને વેલી છોડવાની સલાહ આપવામાં આવી હતી. CISF જવાનના મોત બાદ પરિવાર સાથે મુસ્લિમ બહુધા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ગામના લોકોએ જણાવ્યું કે બલવીર સિંહનો પરિવાર હિન્દુ રાજપૂત જાતિ સાથે સંબંધ ધરાવે છે. તેના નિધનના સમાચાર સાંભળતા જ તેના તમામ મુસ્લિમ મિત્ર અને સ્થાનિક લોકો તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચી ગયા. મુસ્લિમ લોકોએ તેમની અર્થીને કાંધ આપી અને અંતિમ વિદાઇ માટે લાકડીઓની વ્યવસ્થા પણ કરી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર CISFની એક ટીમે પણ પોતાના સાથીને વિદાઇ આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp