
વર્ષ 2024મા યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ખાસ પ્લાન બનાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વચ્ચે જવાબદારી વહેંચવાની છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ દક્ષિણ ભારતની જવાબદારી સંભાળશે, જ્યારે પ્રિયંકા ગાંધી ઉત્તર ભારતમાં પાર્ટીની કમાન સંભાળશે. અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નવા વર્ષમાં ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે અને અહીં ત્રણ દિવસ સુધી ચાલશે. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સામેલ થશે.
લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી લડશે પ્રિયંકા ગાંધી!
પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન જોરદાર પ્રચાર કર્યો હતો અને તેનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળ્યો. હિમાચલમાં કોંગ્રેસની જીત બાદ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચે જવાબદારી વહેંચવાની રણનીતિ પર કામ કરી રહી છે.
કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓની ખૂબ જ નજદીકના પત્રકાર હિસામ સિદ્દીકી કહે છે કે, રાહુલ ગાંધી દક્ષિણ ભારતની જવાબદારી સંભાળશે અને કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જો કે, પ્રિયંકા ઉત્તર ભારતમાં પાર્ટીની કમાન સંભાળશે અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
ઉત્તર ભારતમાં પણ સક્રિય રહેશે રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ભારતની જવાબદારી સંભાળશે, તેનો મતલબ એ નથી કે, તેઓ ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રચાર નહીં કરશે. તેઓ ઉત્તર ભારતમાં પણ પ્રચાર કરશે, જો કે કમાન તેમની બહેન પ્રિયંકા ગાંધીના હાથમાં હશે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટી આ વખતે ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને પ્રિયંકા ગાંધી હવે સંપૂર્ણ રીતે UPમાં પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન આપશે.
ભાજપની રણનીતિને તોડી પાડવા પર ધ્યાન આપશે પ્રિયંકા
પ્રિયંકા ગાંધીની PR ટીમના લોકોનો પણ દાવો છે કે, રાહુલ ગાંધી હવે દક્ષિણ ભારતમાં અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તરમાં કમાન સંભાળશે. પ્રિયંકા ગાંધી લખનૌ અને દિલ્હીમાં રહીને ભારતીય જનતા પાર્ટીની (BJP) રણનીતિને તોડી પાડવા પર ધ્યાન આપશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભલે કોંગ્રેસ પાર્ટીને ફાયદો નહીં થયો હોય, પરંતુ પ્રિયંકા ગાંધીની મહેનતમાં કોઈ કમી નહીં રહી હતી. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધીના કમાન સંભાળવા પર પાર્ટીને UP સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફાયદો થશે. જ્યારે, રાહુલ ગાંધીના કારણે દક્ષિણ ભારતમાં પાર્ટીનું પરચમ લહેરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp