રાજ્યસભામાં આજે રજૂ થશે દિલ્હી સેવા બિલ, જાણો શું કહે છે સંખ્યાબળ, વિપક્ષ...

PC: livemint.com

દિલ્હી સેવા બિલને લોકસભાથી લીલી ઝંડી મળી ચૂકી છે. હવે આ ધારાસભ્ય આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. તેને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાના રાજ્યસભાના સભ્યોને 3 લાઇનનું વ્હીપ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં તેમને 7 અને 8 ઑગસ્ટે સદનમાં ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બધા સભ્યોને અનુરોધ છે કે તેઓ 7 અને 8 ઑગસ્ટ 2023 સુધી સદનમાં ઉપસ્થિત રહેશે અને પાર્ટીના સ્ટેન્ડનું સમાર્થન કરે.

આ બિલ પર આમ આદમી પાર્ટીનું સમર્થન કરી રહેલી કોંગ્રેસે પણ પોતાના રાજ્યસભાના સાંસદોને સોમવારે ઉપસ્થિત રહેવા માટે 3 લાઇનની વ્હીપ જાહેર કર્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક જયરામ રમેશે 4 ઑગસ્ટે વ્હીપ જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના બધા સભ્યોને અનુરોધ છે કે તેઓ સોમવાર (7 ઑગસ્ટ 2023)ની સવારે 11:00 વાગ્યાથી સદનના સ્થગન સુધી સદનમાં ઉપસ્થિત રહે અને પાર્ટીના સ્ટેન્ડનું સમર્થન કરે.

રવિવારે રાજ્યસભામાં પાર્ટીના સાંસદોને રિમાઈન્ડર પણ મોકલ્યું. દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પર વટહુકમને બદલવાનું બિલ 3 ઑગસ્ટે વિપક્ષી પાર્ટીઓના બૉયકોટ વચ્ચે લોકસભામાં ધ્વનિમતથી પાસ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હી સેવા બિલ પર ચર્ચાની સમાપ્તિ બાદ સોમવારે સાંજે જ બિલને પાસ કરવા માટે મતદાન થશે. રાજ્યસભામાં વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંધવી બહેસની શરૂઆત કરી શકે છે. તેમણે પ્રશાસનિક સેવાઓ પર નિયંત્રણ સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટની 5 જજોની સંવિધાન પીઠ સમક્ષ દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

દિલ્હી સેવા બિલ અગાઉ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. AAP મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હીના અધિકારોને બળજબરીપૂર્વક છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. કાલે બધી વિપક્ષી પાર્ટીઓ મળીને આ બિલ વિરુદ્ધ પ્રદર્શન કરશે. તો ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં ઊભા થયા હતા તો તેમને ખબર હતી કે દિલ્હીને રાજ્યનું નહીં, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

એક રાજ્ય અને કેંદ્રસાસિત પ્રદેશની શક્તિઓ અલગ-અલગ છે. તેઓ જનતાને દેખાડવા માગે છે કે તેઓ કામ કરવામાં અસમર્થ છે, આ વાતને ગૃહ મંત્રી અમિત શાહે પણ લોકસભામાં સમજાવી હતી. તો કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, એ નક્કી હતું કે આ બિલ લોકસભામાં પાસ થઈ જશે કેમ કે ત્યાં સરકાર પાસે બહુમત છે. લોકસભાની જેમ જો કેટલીક અન્ય પાર્ટી આ બિલનું સમર્થન કરશે તો તે પાસ થઈ જશે. મારા વિચાર મુજબ આ બિલનો વિરોધ કરવું ખોટું છે.

આ બિલ રાજ્યસભામાં રજૂ થવા અગાઉ જ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે કેમ કે BSPએ આ બિલ પર સમર્થનની વાત કહી હતી, પરંતુ BSP લોકસભા અને રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બોયકોટની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ ઓરિસ્સાની સત્તાધારી BJD અને TDPએ આ બિલ પર કેન્દ્ર સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી. આ અગાઉ YSR કોંગ્રેસે પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કહી ચૂકી છે.

શું છે રાજ્યસભામાં નંબરોનું ગણિત?

દિલ્હી સેવા બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે તે આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો બહુમતના આંકડાની વાત કરીએ તો ભાજપ પાસે ઉચ્ચ સદનમાં પણ જાદુઇ નંબર છે, જેના કારણે આ બિલને લીલી ઝંડી મળી જશે. રાજ્યસભામાં સાંસદ 238 છે. BSPના રાજ્યસભામાં 1 સાંસદ છે. એવામાં તે બૉયકોટ કરે છે તો સાંસદ હશે 237. જ્યારે બહુમત માટે 119 સાંસદોની જરૂરિયાત પડશે. ભાજપ પાસે રાજ્યસભામાં 92 સાંસદ છે. તેમાં 5 મનોનીત સંસદ છે, જ્યારે સહયોગી પાર્ટીઓને મળીને તે 103 થઈ જાય છે. ભાજપને 2 અપક્ષ સંસદોનું પણ સમર્થન છે.

એ સિવાય દિલ્હી સેવા બિલ પર YSR, BJD અને TDPએ કેન્દ્રનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. BJD અને YSR કોંગ્રેસના રાજ્યસભામાં 9-9 સાંસદ છે, જ્યારે TDPના એક સાંસદ છે. એવામાં ભાજપને સરળતાથી બહુમત મળી જશે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન INDIA પાસે 109 સાંસદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp