શબનમ થઈ મીરા: નિકાહના 5 વર્ષ બાદ છૂટાછેડા, કૃષ્ણ ભક્ત મુસ્લિમ મહિલાએ...

PC: aajtak.in

ભગવાન શ્રિકૃષ્ણનું જન્મસ્થળ અને લીલા સ્થળી વૃંદાવન સંપૂર્ણ દેશ-દુનિયામાં અધ્યાત્મ ભક્તિ અને પ્રેમના રૂપમાં પોતાનું પ્રમુખ સ્થળ રાખે છે. એટલે આ નગરીમાં શ્રીકૃષ્ણના એનક ભક્ત મળશે. આ ભક્તોમાં અલગ અલગ ધર્મના પણ હશે. તેમાંથી જ એક મુસ્લિમ ભક્ત પોતાનું ઘર બાર છોડીને કન્હૈયાના પ્રેમમાં આવી ગઈ છે વૃંદાવન. છોડી દીધું છે ઘર-બાર. શબનમ ઉત્તર પ્રદેશના જ મુરાદાબાદ સ્થિત જિગર કોલોનીના રહેવાસી ઇકરામ હુસેન વાસણ અને પિત્તળની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે.

તેની દીકરી શરૂઆતથી જ હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે ખૂબ લગાવ છે. તેના કારણે કન્હૈયાનો પ્રેમ તેને બ્રજભૂમિ ખેચી લાગ્યો. 4 મહિના અગાઉ હાથમાં લડ્ડુ ગોપાલ લઈને તે વૃંદાવન ધામ જતી રહી. અહી ગોવર્ધન પરિક્રમા માર્ગ સ્થિત ગોપાલ આશ્રમમાં તેને આશ્રય મળી ગયો અને હવે શબનમ ભગવાનની ભક્તિમાં જ પોતાનું જીવન લગાવવા માગે છે. વર્ષ 2000માં શબનમના દિલ્હીના શાહદરાના રહેવાસી એક વ્યક્તિ સાથે નિકાહ કરાવી દીધા હતા, પરંતુ 5 વર્ષ બાદ જ વર્ષ 2005માં શબનમના છૂટાછેડા થઈ ગયા.

ત્યારબાદ તે પોતાના પિતા ઇકરમના ઘરે પાછી આવી ગઈ. શબનમ પોતાના પરિવારમાં ચાર ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરની છે. શબનમે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પોતાના પરિવારને છોડી દીધો અને દિલ્હીમાં રહેવા લાગી. પછી તેણે થોડા દિવસ એક ખાનગી કંપનીમાં કામ કર્યું. ત્યારબાદ શબનમે લેડી બાઉન્સરના રૂપમાં પણ થોડા મહિના કામ કર્યું હતું? ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત શબનમનું કહેવું છે કે તેને પોતાના પરિવારથી સંબંધ તોડી દીધા છે. હવે તેની પોતાના માતા-પિતા કે ભાઈ-બહેન સાથે કોઈ વાત થતી નથી.

શબનમે પોતાનું નામ મીરા રાખી લીધું છે. તે પોતાના દસ્તાવેજોમાં પણ પોતાનું નામ મીરા કરવા માગે છે. જો કે, અત્યાર સુધી એવું થઈ શક્યું નથી. તેનું માનવું છે કે એક ને એક દિવસ એ થઈ જશે. તે પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવવા માગે છે. તે દરેક સમયે પોતાના લડ્ડુ ગોપાલને સાથે રાખે છે, તેને નિયમિત ભોગ લગાવે છે. શબનમ કહે છે કે તે તો આપણો લાલો છે, હવે બસ નાનકડી નોકરી શોધી રહી છું, જેનથી મારું અને લાલાનું જીવન પસાર થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp