અફઝલે આશિષ બનીને સગીર છોકરીને ફસાવી, રેપ બાદ ધર્માંતરણનો આરોપ

PC: uptak.in

ઉત્તર પ્રદેશના બાંદામાં લવ-જિહાદ અને ધર્માંતરણની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આરોપ છે કે, અફઝલે આશિષ બનીને પહેલા એક સગીર છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી. પછી પોતાનું અસલી નામ બતાવીને બળજબરીપૂર્વક લગ્ન કર્યા. એટલું જ નહીં સગીર છોકરીને તેના પ્રાઇવેટ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ધર્મપરિવર્તન કરાવી દીધો. જો કે, તે છોકરીને લઇને ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે તત્પરાતથી તેને રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી લીધી.

પોલીસે સગીર કિશોરીને છોડાવી છે. હવે પોલીસ છોકરીને કોર્ટમાં રજૂ કરીને તેનું નિવેદ નોંધાવશે. આ ઘટના અતર્રા પોલીસ સ્ટેશનની છે. આરોપ છે કે, અહીં 14 વર્ષીય કિશોરીને અફઝલ નામના યુવકે આશિષ બનીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને પછી 2 જાન્યુઆરીના રોજ બપોરે કિશોરીને પોતાની સાથે ભગાવી લઇ ગયો. ત્યારબાદ કિશોરીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ત્યારબાદ પોલીસ અધિક્ષક અભિનંદનના આદેશ પર પોલીસની 3 ટીમ બનાવવામાં આવી. શનિવારે પોલીસને જાણકારી મળી કે આરોપી યુવક છોકરીને લઇને ભાગવાના ફિરાકમાં હતો.  બાંદા રેલવે સ્ટેશન પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી તો આરોપી યુવકે સત્ય સ્વીકારી લીધું. તેણે જણાવ્યું કે તેણે સગીર છોકરીને લઇ રીતે ફસાવી. હાલમાં પોલીસ આરોપી યુવક અફઝલને જેલ મોકલી આપ્યો છે અને છોકરીનું નિવેદન કોર્ટમાં નોંધાવવાની તૈયારી કરી રહી છે.

ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિક્ષક અભિનંદને જણાવ્યું કે, અતર્રા પોલીસ સ્ટેશનમાં 2 જાન્યુઆરીના રોજ એક કેસ નંબર 3/23 કલમ 363, 376, 3/4 POCSO એક્ટ અને 3/5  વિધિ વિરુદ્ધ ધર્મપરિવર્તન અધિનિયમ રજિસ્ટર્ડ થયો હતો. ત્યારબાદ કેસ નોંધીને 3 ટીમો લગાવી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ થયેલો અફઝલ જનપદ હમીરપુર પોલીસ સ્ટેશન મોદહા ઇચોલીનો રહેવાસી છે. સુસંગત કલમમાં કેસ રજિસ્ટર્ડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યો. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. આરોપ છે કે બીજા સમુદાયનો યુવક પહેલા બહેકાવીને ડાન્સર છોકરીને પોતાની સાથે બરેલી લઇ ગયો અને તેની સાથે બળજબરીપૂર્વક તેની સાથે રેપ કર્યો. એટલું જ નહીં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું અને લગ્ન કર્યા. 11 વર્ષ સુધી યુવતીને બંધક બનાવીને રાખી. ઘરમાં કેદ કરીને તેની સાથે ઘણી વખત આરોપી યુવક અને ભાઇએ રેપ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp