‘લવ જિહાદ’! ‘સૌરભ’ બનીને મળ્યો હતો શાહરૂખ, યુવતીની આત્મહત્યા

PC: indiatv.in

ઉત્તર પ્રદેશના કાનપુરથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. એક હિંદુ યુવતીને જબરદસ્તીથી ઇસ્લામ અપવાનીને લગ્ન કરવા મજબુર કરાતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવકે સૌરભ બનીને ઓળખ કરી હતી, પરંતુ અસલમાં તેનું નામ શાહરૂખ હતું. પોલીસે તેની ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના હરબંશમોહાલ વિસ્તારમાં એક યુવતીને  કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં 24 વર્ષના શાહરૂખ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે કહ્યું હતું કે, યુવતીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો, એ પછી શાહરૂખ તેણીને બદનામ કરવાની ધમકી આપતો હતો. પોલીસને કહેવા મુજબ પીડિત મહિલા આરોપી શાહરૂખ સાથે રિલેશીનશીપમાં હતી.

કલેકટરગંજના ACP તેજ બહાદુર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એવો આરોપ છે કે શાહરૂખે મહિલાને કહ્યું હતું કે ઇસ્લામ અપનાવીને મારી સાથે લગ્ન કરી લે, નહીં તો તને બદનામ કરી દઇશે. શાહરુખે એમ પણ કહ્યું હતું કે, જો તારે બદનામીથી બચવું હોય તો આત્મહત્યા કરી લે. આ વાતથી પરેશાન થઇને યુવતીએ બુધવારે પોતાના ઘરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. ACPએ કહ્યુ કે, કેટલાંક વર્ષો પહેલા યુવતી સોશિયલ નેટવર્કીગના માધ્યમથી આરોપી શાહરૂખના સંપર્કમાં આવી હતી અને યુવકે પોતાની ઓળખ સૌરભ તરીકે આપી હતી.

ACPએ કહ્યુ કે મૃતક યુવતીના પિતાએ FIRમાં શાહરૂખ પર પોતાની દીકરીને હેરાન કરવા અને ઇસ્લામિક રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે મજબુર કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પિતાનો દાવો છે કે શાહરૂખ પાસે તેમની દીકરીની આપત્તિજનક તસ્વીરો અને વીડિયો છે, જેના દ્રારા તે મારી દીકરી પર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. આરોપી શાહરૂખ કોઇ પણ કિંમતે યુવતી પાસે ઇસ્લામ કબુલ કરાવવા માંગતો હતો,તેની હેવાનિયતની કિંમત યુવતીએ જીવ ગુમાવીને ચૂકવવી પડી છે.

ACP સિંહે કહ્યું કે શાહરૂખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને ઉત્તર પ્રદેશ ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધ અધિનિયમ-2021 હેઠળ FIR નોંધવામાં આવી છે. આ મામલે તરત જ કાર્યવાહી કરતા પોલીસે શાહરૂખના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને શુક્રવારે હરબંશમોહલના ભુસાટોલીથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp