ઉત્તરકાશીમાં મુસ્લિમોને દુકાનો કેમ ખાલી કરાવીને ભગાવાઈ રહ્યા છે, જાણો

PC: khabarchhe.com

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના નાનકડાં ગામ પુરોલામાં એક સગીર છોકરીના અપહરણ મામલામાં બવાલ ચાલી રહી છે. હિંદુ સંગઠન પુરોલામાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એવા જ પ્રદર્શન બડકોટ, ચિન્યાલીસૌડ અને ભટવારીમાં પણ થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ મુસ્લિમ દુકાનદારોની દુકાનો પર પોસ્ટર લગાવ્યા છે, આ પોસ્ટરોમાં દુકાન ખાલી કરવાની ધમકી આપવામાં આવી છે. કેટલાક મુસ્લિમ દુકાનદારોના પલાયનના પણ સમાચાર છે. જોકે, પોલીસે દુકાનદારોના ઉત્તરકાશી છોડવાના સમાચારોનું ખંડન કર્યું છે. એટલું જ નહીં, પોલીસનું કહેવુ છે કે સ્થિતિ નિયંત્રણમાં છે.

ઉત્તરકાશી જિલ્લાના પુરોલામાં 26 મેના રોજ એક મુસ્લિમ સહિત બે યુવકોએ એક સ્થાનિક હિંદુ દુકાનદારની સગીર દીકરીના અપહરણનો કથિતરીતે પ્રયત્ન કર્યો હતો. જોકે, કેટલાક સ્થાનિક યુવકોએ સગીરને બચાવી લીધી. ત્યારબાદ પુરોલા સહિત આસપાસના વિસ્તારોમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને જોતા જ મુસ્લિમ સમુદાયના લોકો વિરુદ્ધ પુરોલામાં પ્રદર્શન શરૂ થઈ ગયા. પુરોલાના અલાવા બડકોટ, ચિન્યાલીસૌડ અને ભટવારીમાં પણ આવા જ વિરોધ પ્રદર્શન થયા.

પુરોલામાં વિરોધ પ્રદર્શન દરમિયાન મુસ્લિમ દુકાનદારોની દુકાનો પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા. આ પોસ્ટરોમાં લખ્યું હતું, લવ જેહાદીઓને સૂચિત કરવામાં આવે છે, 15 જૂન 2023ના રોજ થનારી મહાપંચાયત પહેલા પોતાની દુકાનો ખાલી કરી દો, જો આવુ ના કર્યું તો બધુ સમય પર નિર્ભર કરશે. આ પોસ્ટર દેવભૂમિ રક્ષા અભિયાન અંતર્ગત લગાવવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, હિંદુ સંગઠનોના વિરોધને પગલે પુરોલામાં અત્યારસુધી ત્રણ મુસ્લિમ વેપારીઓએ શહેર છોડી દીધુ છે. જોકે, પોલીસ દ્વારા શાંતિ બેઠકો દ્વારા બંને સમુદાયો વચ્ચે ગતિરોધ દૂર કરવાનો પ્રયાસ કરાવવામાં આવી રહ્યો છે અને શાંતિ વ્યવસ્થા માટે પુરોલામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

ADG લો એન્ડ ઓર્ડર વી. મુરુગેસને કહ્યું, હાલમાં ઉત્તરકાશી, વિકાસ નગર સહિત અન્ય ક્ષેત્રોમાં અંતર-સમુદાયના લોકોના પલાયન કરવાની ઘટનાઓ બની છે, જેને કારણે સ્થાનિક લોકો ચિંતિત છે. તેમા FIR દાખલ કરવામાં આવી છે. શાંતિ સ્થાપવા માટે પોલીસ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. જે પણ કાયદો તોડશે, તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યૂટી એસપી સુરેન્દ્ર સિંહ ભંડારીએ આ વાતનું ખંડન કર્યું છે કે, પુરોલામાં મુસ્લિમ વેપારીઓ દ્વારા પોતાનો કારોબાર બંધ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, બડકોટમાં મુસ્લિમ વેપારીઓની દુકાનો ખુલ્લી છે. સાથે જ જો પુરોલામાં કોઈ વેપારી દ્વારા દુકાનો ખોલી કરવાની વાત સામે આવી હશે તો તેમણે સ્વેચ્છાએ તે દુકાનો છોડી હશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

પુરોલામાં દુકાન ખાલી કરી રહેલી એક મુસ્લિમ મહિલાએ કહ્યું હતું કે, તેનું ઘર દેહરાદૂનમાં છે. એવામાં તેણે સ્વેચ્છાએ પુરોલાની દુકાન ખાલી કરી છે. હવે તે દેહરાદૂનમાં દુકાન ખોલશે.

લવ જેહાદના વધતા મામલાઓના વિરોધમાં પુરોલામાં મહાપંચાયત બોલાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો તેમા ભાગ લેશે. તો બીજી તરફ, દેહરાદૂનમાં 18 જૂને મુસ્લિમ પંચાયત થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp