બે વર્ષના પુત્રને ખોળામાં લઇ પોલીસે અપાવી પિતાને મુખાગ્નિ, પ્રેમલગ્નનો આવો અંજામ

PC: india.postsen.com

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રહેતા એક યુવક અને યુવતીએ ઇન્ટર કાસ્ટ મેરેજ કર્યા હતા જેને કારણે બંને પરિવારમાં એટલી નારાજગી હતી કે યુવકનું મોત થયું તો પરિવારનો એક પણ સભ્ય અર્થીને કાંધ આપવા કે લોક લાજે હાજરી આપવા નહોતો આવ્યો. પોલીસે યુવકના 2 વર્ષના બાળકને સાથે રાખીને અંતિમ સંસ્કાર કરીને માનવતાનું કામ પુરુ પાડ્યું હતું.

છત્તીસગઢના મનેન્દ્રનગઢ જિલ્લામાંથી માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિવારનો કોઈ સભ્ય મૃતક યુવકની અર્થીને કાંધ આપવા માટે આવ્યો નહોતો.આ પછી પોલીસે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. ઈન્ચાર્જ સચિન સિંહે મૃતક યુવકના બે વર્ષના માસુમ બાળકને ખોળામાં લઈને મુખાગ્નિ આપી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્વાલિયરનો રહેવાસી નિક્કી વાલ્મીકી અને કોરબાની રહેવાસી સવિતાએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. જેનાથી નારાજ થઈને બંનેના પરિવારજનોએ તેમનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. એ પછી દંપતિએ રાયપુરમાં રહીને મજૂરી કામ કરવાનું શરૂ કર્યું હતું.

રાયપુરમાં કામ કરતી વખતે નિક્કીની તબિયત થોડા દિવસોથી ખરાબ ચાલી રહી હતી. તેની અસર તેના કામ પર પડી રહી હતી એટલે માલિકે પતિ-પત્નીને વાહનમાં માનેન્દ્રનગઢ મોકલ્યા હતા, પરંતુ, નિક્કીનું રસ્તામાં જ મોત થયું હતું. ત્યારપછી ડ્રાઇવરેતેની પત્ની સવિતાને નિક્કીના મૃતદેહ સાથે બિલાસપુર રતનપુર પાસે રોડ કિનારે મૂકી દીધી હતી. નજીકના ગ્રામજનોની મદદથી કોઈક રીતે સવિતા તેના પતિના મૃતદેહને લઈને હોસ્પિટલ પહોંચી.

પોસ્ટમોર્ટમ બાદ મૃતકના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત મનેન્દ્રનગઢ મોકલવામાં આવ્યો હતો. સવિતા તેના પતિની લાશ સાથે ઉભી હતી. ત્યારે જ કેટલાક પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને તેઓએ તેની પૂછપરછ કરી હતી. તેણે કહ્યું કે પતિનું અવસાન થઈ ગયું છે અને તેની પાસે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કોઈ વ્યવસ્થા નથી. મહિલાએ જણાવ્યું કે તેની પાસે એક રૂપિયો પણ નથી.

પોલીસકર્મીઓએ ઘટના અંગે સ્ટેશન ઈન્ચાર્જને જાણ કરી હતી. આ પછી સ્ટેશન ઈન્ચાર્જ સચિન સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને મહિલાના પતિના અંતિમ સંસ્કાર કર્યા. તેઓએ બે વર્ષના બાળક સાથે નિક્કીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ઘણા એવા પરિવાર હોય છે કે યુવક કે યુવતીના પ્રેમ લગ્નને કારણે નારાજ હોય છે, પરંતુ એમાંથી મોટા ભાગે સમય જતા માની જતા હોય છે, ખાસ કરીને સંતાનના જન્મ પછી નારાજગી દુર થઇ જતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp