
એક સમય હતો જ્યારે લિવ-ઈન રિલેશનને વેસ્ટર્ન કલ્ચર એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો હિસ્સો માનવામાં આવતા હતા અને ભારતમાં આ પ્રકારના ગણ્યા-ગાંઠ્યા સંબંધો જ જોવા મળતા હતા પરંતુ, છેલ્લાં કેટલાક વર્ષોમાં અહીં પણ લિવ-ઈન રિલેશન ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને શહેરોમાં યુવાઓની વચ્ચે લગ્ન વિના એક સાથે રહેવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. આવા સંબંધમાં લોકો રૂમ શેર કરે છે, બેડ શેર કરે છે. પ્રેમ પણ થાય છે અને સેક્સ પણ, પરંતુ આવા સંબંધમાં કમિટમેન્ટ નથી થતું તેના કારણે આવા સંબંધોમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. વિન-ઈન રિલેશનમાં સામે આવી રહી છે મર્ડરની ઘટનાઓ. છેલ્લાં આશરે એક-બે મહિનામાં જ દિલ્હી અને એનસીઆરમાં ઘણા એવા મામલા સામે આવ્યા છે જ્યાં લિવ ઈન પાર્ટનરે જ છોકરીનો જીવ લઈ લીધો હોય.
રોહિણીમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા
દિલ્હીના રોહિણીમાં સંજય નામના એક વ્યક્તિ પર પોતાની લિવ-ઈન પાર્ટનરના મર્ડરનો આરોપ લાગ્યો છે. સંજય અને પૂનમ છેલ્લાં એક મહિનાથી સાથે રહી રહ્યા હતા. આગરામાં રહેતી પૂનમ પરિણીત હતી છતા તેનું સંજય સાથે અફેર ચાલી રહ્યું હતું. પૂનમના પતિ અને પરિવારજનોને આ વાતની જાણકારી હતી. એક મહિના પહેલા તે સંજય સાથે રહેવા માટે ફ્લેટમાં આવી ગઈ. બંને સાથે રહેવા માંડ્યા, પરંતુ ત્રણ દિવસ પહેલા ફ્લેટમાં પૂનમની લાશ મળી. સંજય ભાગી ગયો હતો. મકાન માલિકની ફરિયાદ પર પોલીસે જ્યારે દરવાજો ખોલ્યો તો અંદર પૂનમનું શવ પડ્યું હતું. માત્ર એક મહિનામાં જ સંજયે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી દીધી.
તિલક નગરમાં લીધો લિવ-ઈન પાર્ટનરનો જીવ
ડિસેમ્બર મહિનામાં જ દિલ્હીના તિલક નગરમાં પણ લિવ-ઈન પાર્ટનરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. મનપ્રીત નામનો એક વ્યક્તિ 35 વર્ષની રેખા સાથે તેના ફ્લેટમાં રહેતો હતો. રેખાની એક 16 વર્ષની દીકરી પણ હતી. 1 ડિસેમ્બરે રેખાની દીકરી પોતાના કઝિનના ઘરે ગઈ હતી. તે પોતાની મમ્મીને ફોન કરી રહી હતી, પરંતુ તેણે ફોન ના ઉંચક્યો. તે ઘરે ગઈ તો ઘરે તાળું હતું. તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. ચપ્પૂ વડે તેના ચહેરા પર વાર કરવામાં આવ્યા હતા અને તેની આંગળીઓ પણ કાપી નાંખવામાં આવી હતી. મનપ્રીત અને રેખા 7 વર્ષથી લિવ-ઈન રિલેશનમાં હતા. છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. આખરે મનપ્રીતે રેખાની હત્યા કરી દીધી.
મહરૌલીમાં આફતાબે લીધો શ્રદ્ધાનો જીવ
દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસ વિશે તો બધા જ જાણે છે. શ્રદ્ધા અને આફતાબ લાંબા સમયથી રિલેશનમાં હતા તેઓ દિલ્હીના મહરૌલીમાં લિવ-ઈનમાં રહેતા હતા, પરંતુ આફતાબે ખૂબ જ નિર્દયતાપૂર્વક શ્રદ્ધાની હત્યા કરી દીધી. આફતાબે શ્રદ્ધાની લાશના 35 ટુકડાં કરી તેને ફ્રીઝમાં રાખ્યા અને પછી જંગલમાં ફેંકી દીધા. શરૂઆતની થિયરી અનુસાર, શ્રદ્ધા આફતાબ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી અને તે લગ્ન કરવા માંગતો ન હતો આથી તેણે તેની હત્યા કરી દીધી.
જવાબદારીઓથી શા માટે ભાગી રહ્યા છે યુવાનો
છેલ્લાં કેટલાક દિવસોમાં દિલ્હીમાં જ લિવ-ઈન પાર્ટનરની હત્યાના આ મામલા સામે આવ્યા. મોટાભાગના કેસમાં એ જ જોવા મળ્યું કે જ્યારે પણ છોકરીએ પોતાના પાર્ટનર પર લગ્ન અથવા કમિટમેન્ટ માટે દબાણ બનાવ્યું તો બીજા પાર્ટનરને સંબંધ ભારે લાગવા માંડ્યો અને સામે મર્ડર જેવી ઘટનાઓ બની. લિવ-ઈન રિલેશનને લોકો મજા-મસ્તીની એક રીત માને છે જેમા કોઈ દબાણ અથવા કમિટમેન્ટ નથી ઈચ્છતા. આ પ્રકારના સંબંધોને લોકો પોતાના પરિવારજનોની સામે પણ જાહેર કરવાથી દૂર રહે છે.
કાયદાની દ્રષ્ટિમાં લિવ-ઈન
લિવ-ઈન રિલેશનશિપને સમાજમાં આજે પણ ઈજ્જતની નજરથી જોવામાં નથી આવતા, પરંતુ કાયદાની નજરમાં તેમા કંઈ જ ખોટું નથી. જોકે, લિવ-ઈન રિલેશનને લઈને કોઈ લેખિત કાયદો આપણા દેશમાં નથી પરંતુ, કાયદો મૌખિક અધિકાર અંતર્ગત જ કોઈપણ બે વયસ્કને સાથે રહેવાનો અધિકાર આપે છે આથી, લિવ-ઈન રિલેશનશિપને કાયદાની નજરમાં ખોટાં ના ગણાવી શકાય. જોકે, લિવ-ઈન રિલેશનમાં મહિલાને એ અધિકાર નથી મળતા જે એક પત્નીના હોય છે. મહિલા પોતાના પાર્ટનરની પ્રોપર્ટીની હકદાર નથી મનાતી.
લિવ-ઈન રિલેશન અને બાળક
લિવ-ઈન રિલેશન અને હિંસા
લિવ-ઈન રિલેશનશિપને લઈને ભારતમાં કોઈ લેખિત કાયદો નથી પરંતુ, આ પ્રકારના રિલેશનમાં જો હિંસાનો મામલો સામે આવે તો તેની વિરુદ્ધ મહિલા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે. પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005ની ધારા 2Fમાં જે વાતો સામેલ છે તે બધી બાબતો લિવ-ઈન રિલેશનશિપ પર પણ લાગૂ થાય છે. જો કોઈ મહિલા પોતાના લિવ-ઈન પાર્ટનર વિરુદ્ધ FIR દાખલ કરાવે તો તેને કાયદો યોગ્ય માનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp