ચૂંટણી અગાઉ CM શિવરાજની મોટી જાહેરાત, MPમાં મળશે 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર

PC: ndtv.com

મધ્ય પ્રદેશમાં ખરગોનમાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, હવે માત્ર ઉજ્જ્વલા યોજનાવાળાઓને પણ હંમેશાં 450 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર મળશે. તેના માટે લિસ્ટ તૈયાર કરાવી રહ્યા છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા શનિવારે જિલ્લાના બડવાહ વિધાનસભાના સનાવદ પહોંચી હતી. તેમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ થયા હતા. અહી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, ખરગોનના સાંસદ ગજેન્દ્ર સિંહ પટેલ, ખંડવાના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલ, બડવાહના ધારાસભ્ય સચિન બિરલા સહિત અન્ય નેતાઓ પણ આ રથ પર સવાર થયા અને રોડ શૉ કર્યો. આ દરમિયાન મુખ્યમંત્રીનું ઠેર-ઠેર સ્વાગત થયું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રોડ શૉ દરમિયાન બંને તરફ ઊભી જનતાનું અભિવાદન કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા રોડ શૉ બાદ મુખ્યમંત્રીનું રથ કૃષિ ઉત્પાદન માર્કેટ પરિશ્રમ પહોંચ્યું. ત્યારબાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે સભાને સંબોધિત કરી.

તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સામાન્ય જનતાને જાણકારી આપી. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોને મુખ્યમંત્રી કહ્યું કે 10 તારીખે બહેનોની જિંદગી બદલાવાનો દિવસ છે. કેબિનેટે નક્કી કર્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજના, PM આવાસ યોજનાથી વંચિત લોકોને લાભ આપવામાં આવશે. સાથે જ 60 ટકા માર્ક્સ લવાનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને લેપટોપ આપશે. દરેક શાળાના 3 બાળકોને સ્કૂટી પણ આપવામાં આવશે. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કૉલેજ સિવાય અન્ય કોઈ પણ મોટી શિક્ષણ સંસ્થામાં ગરીબ ભાઈ-બહેનોના બાળકો એડમિશન લેશે તો તેની ફીસ મધ્ય પ્રદેશની ભાજપ સરકાર ભરશે. આ બાળકો કોઈ પણ જાતિ-ધર્મના હોય શકે છે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર પ્રહાર કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગરીબ બહેનો સાથે જોડાયેલી એ બધી યોજનાઓ જે કમલનાથ સરકારે છીનવી હતી, એ પણ ચાલુ કરી દેવામાં આવી છે. તીર્થ યાત્રા બંધ થઈ ગઈ હતી. હવે અમે હવાઈ યાત્રા કરાવી રહ્યા છીએ.  અમે આયુષ્યમાં યોજનામાં પણ વિસ્તાર કર્યો છે, જે ગરીબ અને ખેડૂત છે એ બધાને જોડીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર વર્ષમાં ફ્રી કરાવવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજે પૂછ્યું કે, કમલનાથે વાયદો કર્યો હતો કે દેવા માફીનો, શું વાયદો પૂરો કર્યો? કોંગ્રેસે તો ગર્ભવતી મહિલાઓના ખાતામાં આવનારા 16 હજાર છીનવી લીધા. કન્યાદાનના 51 હજાર ન આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp