સર્જિકલ સ્ટ્રાઇક પર બોલ્યા આર્મી ઓફિસર- સેના ઓપરેશનના કોઇ પુરાવા રાખતી નથી

PC: sentinelassam.com

ભારત અને ચીન વચ્ચે ચાલ રહેલો સીમા વિવાદ હાલમાં શાંત છે. જો કે, ભારતીય સેના સીમા પર સૂક્ષ્મ નજર રાખી રહી છે. હાલમાં જ DGP કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક તરફ ચીનની કરતૂતોને લઇને જાણકારી આપવામાં આવી છે, તો બીજી તરફ એ જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સીમા વિવાદ ઘણો વધી ગયો છે. દરેક 2-3 વર્ષો બાદ એવી સ્થિતિ બની જાય છે, જ્યારે જમીન પર તણાવ રહે છે.

આ બધા વચ્ચે પૂર્વી કમાનના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ આર.પી. કલીતાએ કહ્યું કે, સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, કોલકાતામાં એક કાર્યક્રમમાં લેફ્ટિનેન્ટ જનરલે કહ્યું કે, યુદ્ધ અને શાંતિ બંને અવસરો પર ભારતીય સેના પૂરી રીતે તૈયાર છે. પૂર્વોત્તરમાં રોડની જાળ બિછાવી રહી છે. બધી રાજધાનીઓ હવાઇ સેવાઓથી જોડાઇ ગઇ છે. દરેક તરફ વિકાસ થઇ રહ્યો છે અને તેનો લાભ ભારતીય સેનાને થશે.

અરુણાચલ પ્રદેશમાં પણ LACમાં સ્થિતિ એકદમ સામાન્ય છે, પરંતુ અભૂતપૂર્વ છે. એટલે ભારતીય સેના કોઇ પણ પરિસ્થિતિને પહોંચીવળવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આખી સમસ્યા તથ્યથી ઉત્પન્ન થાય છે કે ભારત અને ચીન વચ્ચે સીમા અપરિભાષિત છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) બાબતે અલગ-અલગ ધારણાઓ છે, જે સમસ્યાનું કારણ બને છે. અત્યાર સુધી સીમાના પૂર્વી હિસ્સામાં સ્થિતિ સ્થિર છે, પરંતુ સીમા બાબતે અલગ-અલગ ધારણાંઓનું કારણ સ્થિતિ અનઅપેક્ષિત પણ છે.

લેફ્ટિનેન્ટ જનરલ આર.પી. કાલીતાએ કહ્યું કે, પૂર્વી સીમાઓ પર ક્ષેત્રીય અખંડતાઓ બનાવી રાખવાની જવાબદારી છે અને આ ટાસ્કને આપણી યુનિટ અને બળો દ્વારા અત્યંત વ્યવસાયિકતા અને સમર્પણ સાથે નિભાવવામાં આવી છે. અમે આગામી પડકારો માટે સતત જાગૃત છીએ. વર્ષ 2016માં પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગવાના સવાલ પર પૂર્વી કમાનના JOC–ઇન-સી લેફ્ટિનેન્ટ આર.પી. કલીતાએ કહ્યું કે, સેના કોઇ પણ ઓપરેશનને અંજામ આપતી વખત કોઇ પુરાવા રાખતી નથી.

જો કે, આ સવાલ પર જવાબ આપવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, આ એક રાજનૈતિક સવાલ છે. એટલે હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી. મને લાગે છે કે, દેશ ભારતીય સશસ્ત્ર બળો પર ભરોસો કરે છે. શું ઓપરેશન દરમિયાન સેના કોઇ પુરાવા રાખે છે? આ સવાલનો જવાબ તેમણે ‘ના’માં આપ્યો. તેમણે કહ્યું કે, જ્યારે અમે ઓપરેશન કરવા જઇ રહ્યા હોઇએ છીએ તો અમે એ ઓપરેશનના કોઇ પુરાવા રાખતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp