દિલ્હીમાં મફત વીજળી: LGએ કહ્યું કેજરીવાલની મંત્રી જુઠ્ઠી છે, કાર્યવાહી કરાશે

PC: ndtv.com

વીજ સબ્સિડીને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ સખત અંદાજ અપનાવ્યો છે. ઉપરાજ્યપાલ વિજય સક્સેનાએ ચિઠ્ઠી લખીને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સરકારના પાવર મંત્રી દ્વારા વીજ સબ્સિડીને લઈને જે પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. જો સરકાર પાસે ઉપરાજ્યપાલ દ્વારા વીજ સબ્સિડી રોકાવાના કોઈ પુરાવા છે તો દેખાડો.

જો એમ એમ થતું નથી અને જો પુરાવા દેખાડવામાં આવતા નથી તો એમ માનવામાં આવશે કે એ માત્ર એક ગંદી રાજનીતિ હેઠળ નિવેદન આપવામાં આવી રહ્યા હતા અને તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉર્જા મંત્રી આતિશીએ એવા આરોપ લગાવ્યા હતા કે ઉપરાજ્યપાલે વીજ સબ્સિડી સંબંધિત કેબિનેટના નિર્ણયની ફાઇલ પરત કરી નથી. આતિશીએ એમ પણ કહ્યું હતું કે, તેમને ઉપરાજ્યપાલ તરફથી મળવા માટે અપોઇન્ટમેન્ટ પણ આપવામાં આવ્યું નથી.

જો કે, ત્યારબાદ ઉપરાજ્યપાલ ઓફિસે કહ્યું કે, આતિશીએ આ ખોટી જાણકારી આપી છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા ઉપરાજ્યપાલ કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, વીજ મંત્રીને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉપરાજ્યપાલ વિરુદ્ધ અનાવશ્યક રાજનીતિ અને પાયાવિહોણા આરોપોથી બચે. તેમણે ખોટા નિવેદનોથી લોકો ભરમાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે અને મુખ્યમંત્રીએ દિલ્હીની જનતા જવાબ આપવો જોઈએ કે આ સંબંધમાં નિર્ણય 4 એપ્રિલ સુધી કેમ લંબિત રાખવામાં આવ્યો, જ્યારે સમય સીમા 15 એપ્રિલ હતી?

કાર્યાલયે આગળ કહ્યું કે, ઉપરાજ્યપાલને 11 એપ્રિલના રોજ ફાઇલ કેમ મોકલી હતી? અને 13 એપ્રિલના રોજ ચિઠ્ઠી લખીને ડ્રામા કરવા અને પછી આજે પ્રેસ કોન્ફરન્સની શું જરૂરિયાત હતી? દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપભોક્તાઓને 200 યુનિટ માસિક વપરાસ સાથે મફત વીજળી પ્રદાન કરે છે. દર મહિને 201-400 યુનિટનો વપરાસ કરનારા લોકોને 50 ટકા સબ્સિડી મળે છે, જેની મહત્તમ સીમા 850 રૂપિયા છે. આ અગાઉ દિલ્હીના ઉપરાજ્યપાલનું એક નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું નથી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો IITની ડિગ્રી લઈને પણ અશિક્ષિત રહી જાય છે. જ્યારે ડિગ્રીઓ માત્ર અભ્યાસના ખર્ચની રસીદ હોય છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે IITનો અભ્યાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp