41 વર્ષથી અટકી હતી મકાનની રજિસ્ટ્રી, 250 રૂ.ની રસીદ માટે અધિકારીએ લીધા 25 હજાર

PC: indiatimes.com

લખનૌના મોતીઝીલ નિવાસી મુસીર હુસૈનને વર્ષ 1982માં એક મકાન અલોટ કરવામાં આવ્યું. તેની ચૂકવણી થઇ ચૂકી હતી. પણ 250 રૂપિયાની રસીદનું વેરિફિકેશન ન થવાના કારણે રજિસ્ટ્રી થઇ રહી નહોતી. રસીદના વેરિફિકેશનના નામ પર લખનૌ ડેવલપમેન્ટ વિભાગના અધિકારી ગિરીશ શર્માએ તેમની પાસેથી 25 હજાર રૂપિયા વસૂલ્યા. તેના 4 વર્ષ પછી પણ કામ થયું નહીં. મુસીર હુસૈને ગુરુવારે આ મુદ્દે ફરિયાદ કરી. આના પર એલડીએ વીસીએ આરોપી અધિકારીને ફટકાર લગાવી. તેમના આદેશ પર લેખા વિભાગે એક કલાકની અંદર મકાનની રસીદનું વેરિફિકેશન કરી લીધું. ત્યાર પછી વીસીએ આરોપી અધિકારી સામે વિભાગીય તપાસ કરવાનો આદેશ આપતા તેને સસ્પેન્ડ કરી દીધો.

સુનાવણી દરમિયાન અરજીકર્તા મુસીર હુસૈન અને આરોપી અધિકારી ગિરીશ શર્માનો આમનો સામનો કરાવવામાં આવ્યો. મુસીર હુસૈને પૈસા આપવાની વાત ફરી કહી. આ દરમિયાન કાર્યવાહીની ચેતવણી મળવા પર અધિકારીએ પણ પૈસા લેવાની વાત સ્વીકારી લીધી. વીસીએ લાંચ રૂપે લીધેલા પૈસા પાછા કરવા માટે અધિકારીને 5 દિવસનો સમય આપ્યો. તેમણે મુસીર હુસૈનને અધિકારી ગિરીશ શર્મા સામે લેખિત ફરિયાદ આપવા કહ્યું જેથી તેમને તરત સસ્પેન્ડ કરી શકાય. પણ મુસીર હુસૈને લેખિત ફરિયાદ આપવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે, કોઇની નોકરી જતી રહેશે તો તેના પરિવારનું શું થશે. એવામાં વીસીએ મૌખિક ફરિયાદના આધારે અધિકારી ગિરીશ મિશ્રાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો.

એલડીએના ગોમતી નગર સ્થિત હેડક્વોર્ટરમાં ગુરુવારે ઓથોરિટી દિવસના રોજ સૌથી વધારે ફરિયાદો પ્લોટ, ફ્લેટ અને મકાનોની રજિસ્ટ્રીથી જોડાયેલ રહી. જાનકીપુરમ નિવાસી લલિત દીક્ષિતે જણાવ્યું કે તેમણે પોતાના પ્લોટની રજિસ્ટ્રી માટે અરજી કરી હતી, પણ પાછલા એક વર્ષથી તેમને ટરકાવવામાં આવી રહ્યા હતા. આ રીતે કાનપુર રોડ યોજના નિવાસી મુકેશ મૌર્યા અને સજ્જાદબાદ નિવાસી સાહિબ આલમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યા હતા. પણ રજિસ્ટ્રીમાં મુશ્કેલી આવી રહી હતી. એલડીએ વીસીએ આ બધી ફરિયાદોને નવીન ભવનમાં લાગેલા રજિસ્ટ્રી કેમ્પમાં મોકલી આપી. જેમાંથી ઘણાંના ઉકેલો સાંજ સુધીમાં આવી ગયા. ગેરકાયદાકીય રીતે કરવામાં આવેલા નિર્માણની પણ ઘણી ફરિયાદો આવી હતી. જેના પર એલડીએ વીસીએ ઝોનલ ઓફિસરોને તપાસ કરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. એલડીએ વીસી ડૉ. ઈંદ્રમણિ ત્રિપાઠીએ જણાવ્યું કે, કુલ 54 ફરિયાદો આવી. જેમાંથી 19 મામલાઓનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp