Video: 4 થપ્પડ ખાશે પછી ગાડી છોડશે? જજના પુત્રએ ટ્રાફિક પોલીસને ધમકાવ્યો પણ...

PC: amarujala.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ ધુંઆફુંઆ થયેલો જોવા મળે છે. વીડિયોમાં આ વ્યક્તિ ધમકી આપી રહ્યો છે કે ઐસી તેસી કરી નાંખીશ, જેલમાં મોકલી આપીશ. શું હું 4 થપ્પડ મારીશ પછી મારી ગાડી છોડશે? વીડિયોમાં દેખાયેલો વ્યક્તિ એટલા માટે લાલઘુમ થઇ રહ્યો છે, કારણકે નો પાર્કીંગમાં મુકેલી તેની કારને ટ્રાફીક પોલીસે લોક મારી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં ગુસ્સો ભરાયેલો વ્યકિત ન્યાયાધીશનો પુત્ર છે અને ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની છે.

જાણવા મળેલી માહિતી મુજબ ઘટના 19 ઓગસ્ટની છે. ન્યાયાધીશના પુત્રની કાર લખનૌના હજરતગંજના નો -પાર્કીંગમાં પાર્ક કરેલી હતી. ટ્રાફીક પોલીસે લાઉડ સ્પીકર પર કારનો નંબર બોલીને વિનંતી કરી હતી કે જેની કાર હોય તે હટાવી લે. જો નહીં હટાવવામાં આવશે તો વાહનને Tow કરી લેવામાં આવશે. એનાઉસમેન્ટ કર્યા પછી પણ કાર માલિક ન આવ્યા તો ટ્રાફીક પોલીસે કારને ટો કરી લીધી હતી.

એ પછી કારનો માલિક સામે આવ્યો અને તેણે હંગામો શરૂ કરી દીધો હતો.પોતાનો રૂઆબ બતાવીને ટ્રાફીક પોલીસના કર્મચારીઓને ધમકાવવા માંડ્યો હતો. કાર માલિકે ટ્રાફીક પોલીસને કહ્યુ કે, જરા મારી કાર પર ચઢીને વાંચ શું લખ્યું છે? જજનો પુત્ર ટ્રાફિક પોલીસને એ બતાવવા માંગતો હતો કે તેની કાર પર જિલ્લા જજ લખેલું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ખબર પડે છે કે ટ્રાફીક પોલીસે કારને લોક મારી દેતા જજના પુત્રનો ઇગો ઘવાયો હતો. ટ્રાફીક પોલીસ એક જજના પુત્રની કારને કેવી રીતે લોક મારી શકે? એવી જજના પુત્રના મગજમાં રાઇ ભરેલી હતી. તેણે ટ્રાફીક પોલીસ સાથે બેફામ દલીલો કરીને તુમાખી બતાવી હતી.

વીડિયોમાં જે સંવાદો છે તે હવે જાણો.

જજનો પુત્ર: ઐસી-તૈસી કરી નાંખીશ, કારનું લોક ખોલો, અત્યારે ખોલો છો કે નહીં?

કોઇકનો અવાજ આવે છે: આ નગર પાલિકાનું કામ છે.

જજનો પુત્ર: ગુસ્સે ભરાઇને કહે છે લોક ખોલો

પોલીસ કર્મી: કારનું લોક એમ ન ખુલે

જજનો પુત્ર: હમણાં ખોલો છે કે પછી 4 થપ્પડ ખાધા પછી ખોલશો?

પોલીસ કર્મી: મારા પર શું કામ  ભડકો છો?

જજનો પુત્ર:  પાછુ કહે છે કે થપ્પડ ખાશે કે પછી જેલમાં જઇને ચક્કી પીસવી છે?

પોલીસ કર્મી: મને કહેવાનો મતલબ નથી, મારા અધિકારી સાથે વાત કરી લો.

જજનો પુત્ર: અહીં બીજી 10 કાર ઉભેલી છે અને લોક કરવા માટે તમને મારી જ કાર મળી?

જજનો પુત્ર:  જેને કહેવાનું હોય તેને કહો, પરંતુ મારી કારનું લોક ખોલાવો

રિપોર્ટમાં જણાવ્યા મુજબ જજના પુત્રની સાથે એક મહિલા પણ હતી. તેણીએ પુછ્યું કે કયા અધિકારી સાથે વાત કરવાની છે? તો ટ્રાફીક પોલીસે કહ્યું કે જોઇન્ટ પોલીસ કમિશ્નર સાથે વાત કરવી પડશે. તો જજના પુત્રએ કહ્યું કે તમારા જોઇન્ટ પોલીસ કમિશ્નરને અહીં બોલાવું છું. ટ્રાફીક પોલીસે કહ્યું કે જોઇન્ટ પોલીસ કમિશ્નરનો નંબર જોઇતો હોઇ તો આપી શકુ છું. જો કે આખરે જજના પુત્રએ 1100 રૂપિયાનો દંડ ભર્યો પછી કારનું લોક ખોલી દેવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કારનું  રજિસ્ટ્રેશન પદમાકર મણિ ત્રિપાઠીના નામ પર છે, જે મેરઠની ફેમિલી કોર્ટમાં પ્રિન્સીપલ જજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp