શું થયું એ પાકિસ્તાની મહિલા ઇકરાનું, જેને લૂડો રમતા મુલાયમ સાથે થયો હતો પ્રેમ?

PC: bbc.com

પબ્જી ગેમ રમતા રમતા સચિન મીણા અને પાકિસ્તાની મહિલા સીમા હૈદરને એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો. બંને સાથે જીવવા અને સાથે મરવા જેવા સોગંધ ખાઈ રહ્યા છે. સીમા પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવી. જ્યારે પોલીસને તેની જાણકારી મળી તો બંનેની ધરપકડ કરીને જેલ મોકલી આપ્યા, પરંતુ પછી કોર્ટથી જામીન મળ્યા બાદ બંને સચિનના ગામમાં રહેવા લાગ્યા. કોઈ સીમા હૈદરની લવ સ્ટોરીથી ખૂબ ખુશ છે તો કોઈ તેને શંકાની નજરોથી જોઈ રહ્યું છે. જેવું પણ હોય, આખરે ઘણા દિવસ વીતી ગયા બાદ પણ બંને ખુશીથી સાથે રહે છે, પરંતુ દરેક સીમા અને સચિન જેવું લકી હોતું નથી.

થોડા મહિનાઓ અગાઉ પાકિસ્તાનની એક મહિલા ઇકરાને ભારતના મુલાયમ સિંહ યાદવ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો. વર્ષ 2019ની વાત છે, જ્યારે પાકિસ્તાનની રહેવાસી ઇકરા અને બેંગ્લોરની એક સિક્યોરિટી ગાર્ડની કંપનીમાં કામ કરનારો મુલાયમ સિંહ યાદવ પહેલી વખત ઓનલાઇન લૂડો રમતા મળ્યા. બંને ધીરે ધીરે ગેમ રમતા અને એક-બીજાની નજીક આવતા રહ્યા. જે પ્રકારે પબ્જીએ સીમા અને સચિનને નજીક લાવી દીધા. એ જ પ્રકારે લૂડોથી મુલાયમ અને ઇકરાના દિલ મળી ગયા. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, જેના માટે સીમાની જેમ ઇકરા પણ નેપાળ માર્ગે ભારત આવી ગઈ અને મુલાયમ સાથે રહેવા લાગી.

જો કે, જાન્યુઆરી 2023માં બંગ્લોર પોલીસને એક ફોન કોલ દ્વારા ઇકરા અને મુલાયમ બાબતે જાણકારી મળી અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી. ઇકરા પર ગેરકાયદેસર રૂપે ભારતમાં એન્ટ્રી લેવા અને મુલાયમ પર ફેક ડોક્યૂમેન્ટ્સ બનાવવા વગેરે જેવા આરોપ લાગ્યા. મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો તો ઇકરા પાકિસ્તાનના હૈદરાબાદની રહેવાસી હતી. બેંગ્લોર પોલીસને ઇકરા અને મુલાયબ બાબતે એ સમયે ખબર પડી જ્યારે ઇકરા ક્યારેક ક્યારેક વૉટ્સએપ દ્વારા પોતાના માતા-પિતા સાથે વાત કરતી હતી.

તેની જાણકારી બેંગ્લોર પોલીસને થઈ, ત્યારબાદ બંનેને પકડી લેવામાં આવ્યા. ત્યારબાદ ઇકરાને ઈમિગ્રેશન અધિકારીઓને સોંપી દેવામાં આવી અને પછી ફેબ્રુઆરી મહિનામાં તેને પછી પાકિસ્તાનને સોંપી દેવામાં આવી હતી. આ પ્રકારે ઇકરા સીમા હૈદરની જેમ લકી ન રહી. ઇકરા અને મૂલાયમના પ્રેમનો અંત દુઃખદ રહ્યો. બંને અલગ થઈ ગયા. તો બીજી તરફ સીમા અને સચિનની વાત કરીએ તો બંનેને વધુ પરેશનીઓનો સામનો કરવો પડ્યો નથી. ભલે બંનેની ધરપકડ થઈ, પરંતુ કોર્ટે જલદી જ જામીન આપી દીધા. હવે બંને મીડિયા સાથે ઘણી બધી વાતો કરી રહ્યા છે અને ઇન્ટરવ્યૂઝ આપી રહ્યા છે. લોકોને પણ તેમની લવ સ્ટોરી ખૂબ રોચક લાગી રહી છે. સચિનના ઘરમાં સીમાને જોનારાઓની ભીડ લાગેલી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp