'મા' સાડીના છેડે બાંધેલા રૂ.10 આપવા લાગી, DSPએ પગપાળા ચાલતા જોઈ લિફ્ટ આપી હતી

PC: navbharattimes.indiatimes.com

ગ્વાલિયર જિલ્લાના ઘાટીગાંવ SDOP સંતોષ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે મધ્યપ્રદેશના ગૃહ વિભાગે હૃદય સ્પર્શી વીડિયો શેર કરીને તેના DSPના વખાણ કર્યા છે. આ વીડિયો DSP દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોળીના અવસર પર ફેસબુક પર રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં પોલીસ અધિકારીએ માનવતાનું ઉદાહરણ આપતાં રસ્તા પર ચાલતા વૃદ્ધ દંપતીને પોતાના સત્તાવાર વાહનમાં બેસાડ્યા અને બંનેને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.

DSP સંતોષ પટેલે પોતે જણાવ્યું હતું કે, હોળીના દિવસે વાહનો ચાલતા નથી અને એક વૃદ્ધ દંપતી હાઇવે પર પગપાળા ચાલી રહ્યું હતું. વરસાદમાં કરા પડી રહ્યા હતા. એક માણસ તરીકે તેણે પોતાની ફરજ નિભાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે માતાએ તેની ધોતી (સાડી)ના છેડામાંથી 10ની નોટ અને 10નો સિક્કો ભાડા તરીકે આપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અમે તેને મીઠાઈ ખવડાવી. જ્યારે માંજી સાડીના છેડામાં 20 રૂપિયા બાંધીને આશીર્વાદ આપી રહ્યા હતા, ત્યારે લાગ્યું કે આ મારા માટે હોળીની શુભકામનાઓ છે...

આજે મહિલા દિવસ પણ છે. સ્ત્રીને અંગ્રેજીમાં Women કહે છે, જેને નબળી વિચારધારા ધરાવતા લોકો તેમને Weakness Of Men એટલેકે, 'પુરુષોની નબળાઈ છે મહિલા' કહે છે, મારા મત મુજબ Women નો મતલબ 'પુરુષોની પાંખો હોય છે મહિલા.'

પક્ષી હોય કે હેલિકોપ્ટર, તેઓ પોતાની પાંખોના જોરે જ આકાશમાં ઉડે છે, જે લોકોની પાછળ એક મજબૂત સ્ત્રીનો હાથ હોય છે તે લોકો મહાન બને છે. ભારતીય મહિલાની વિશેષતા એ છે કે, તેમાં કોઈ ખામી નથી હોતી. તમે તેમને ક્યારેય ગાંજા પીતા, તમાકુ ઘસતા, બીડી સળગતા, નશો કરતા નહિ જોયા હશે. તમે માત્ર પરિવાર અને સમાજના મૂલ્યોને જાળવતા જોયા હશે. હું આવી માતા, બહેન અને પુત્રીને વંદન કરું છું. મધ્યપ્રદેશ પોલીસ તમારી સુરક્ષા માટે જ છે...'

DSPની આ પોસ્ટને શેર કરતા મધ્યપ્રદેશના ગૃહ વિભાગે લખ્યું, 'ખાકી મદદગાર બની... હોળીના દિવસે વાહનો નહિ છળવાને કારણે એક વૃદ્ધ દંપતી હાઇવે પર ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ગ્વાલિયર, ઘાટીગાંવના D.S.P. સંતોષ પટેલની આંખ પડી. તેણે પોતાનું વાહન રોક્યું અને દંપતીને બેસાડીને તેમના ગામ સુધી પહોંચાડ્યા.

આ પહેલીવાર નથી જ્યારે પોલીસ અધિકારી સંતોષ પટેલની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ આ પોલીસ અધિકારીએ તેની માતા સાથે હૃદય સ્પર્શી વાતચીતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પોલીસ અધિકારીની માતા ખેતરમાં કામ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp