પત્નીને વિદાય ન આપતાં પાગલ જમાઈએ સાસુને ગોળી મારી, માતાની પણ હત્યા કરી ચુક્યો છે

PC: udaipurkiran.in

બિહારના મોતિહારીમાં હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક સનકી જમાઈએ તેની પત્નીને તેના પિયરેથી સાસરે ન મોકલવા માટે તેની સાસુની ગોળી મારીને હત્યા કરી નાંખી. હત્યાનો આરોપી જમાઈ દાદર ચઢીને ઘરમાં પ્રવેશ્યો હતો. પત્નીને સાથે આવવાનું કહેતાં સાસુએ તેનો વિરોધ કર્યો, તો તેણે કમરમાં રાખેલી બંદૂક કાઢીને તેની પર ગોળી ચલાવી દીધી હતી.

બિહારના મોતિહારીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જમાઈએ તેની સાસુની હત્યા ફક્ત એટલા માટે કરી કે, તે તેની પત્નીને તેના પિયરના ઘરેથી સાસરે વિદાય નહોતી કરતી.

પત્નીને સાસરે નહિ મોકલવાથી કંટાળી ગયેલા જમાઈએ સાસુની ગોળી મારીને હત્યા કરી નાખી. ઘટના મોતિહારીના કુંડવા ચૈનપુરના જતવાલિયા ગામની છે. રવિવારે મોડી સાંજે છોટન સાહ નામના વ્યક્તિએ તેની સાસુને બે વખત ગોળી મારી હતી.

મળતી માહિતી મુજબ, દરભંગાના રહેવાસી છોટન સાહના લગ્ન કુંડવા ચેનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જતવાલિયાના રહેવાસી રાજકિશોર સાહની પુત્રી સાથે થયા હતા. રવિવારે મોડી સાંજે છોટન સાહ તેના સાસરે આવ્યો હતો અને દાદર પરથી ચઢીને ઘરની અંદર ગયો હતો.

આ પછી તેની સાથે આવવા માટે પત્ની સાથે તેનો ઝઘડો થઇ ગયો હતો. પત્ની તેની સાથે જવા માટે તૈયાર ન હતી અને આ દરમિયાન તેના સાસુ પણ ત્યાં પહોંચી ગયા અને જમાઈનો વિરોધ કરવા લાગ્યા.

ઝઘડો વધ્યા બાદ સનકી જમાઈએ પોતાની કમરમાંથી બંદૂક કાઢી લીધી હતી અને સાસુને ગોળી મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અહીં જણાવી દઈએ કે, હત્યાના આરોપી સનકી જમાઈએ વર્ષ 2018માં તેની માતાની પણ હત્યા કરી દીધી હતી.

આ કેસમાં તે અને તેની પત્ની બંને આરોપી છે. આ કારણે તેની પત્ની તેની સાથે જવા માંગતી ન હતી. એટલું જ નહીં, છોટન સાહ પર તેની સગી બહેન પર ભાલા વડે ખૂની હુમલો કરવાનો પણ આરોપ છે અને તે દરભંગાના બંને કેસમાં ફરાર છે.

આ પહેલા પણ તેણે તેની પત્ની અને સાસુ ગાયત્રી દેવી પર જીવલેણ હુમલો કરી ચુક્યો હતો. જ્યારે, ઘટના પછી, કુંડવા ચૈનપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ કર્યા પછી મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ઘટના અંગે મોતિહારી SPએ જણાવ્યું કે, જમાઈએ પત્નીને વિદાય ન આપવાના કારણે તેની સાસુની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના મોડી સાંજે બની હતી.

તેણે કહ્યું, આ પહેલા પણ તે તેની માતાની હત્યા કરી ચુક્યો છે અને તે કેસમાં તે ફરાર હતો. પોલીસ હત્યારાને શોધી રહી છે અને ટૂંક સમયમાં તેને પકડી લેવાનો દાવો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp