મધ્ય પ્રદેશ: છેલ્લા 6 મહિનામાં 40 નેતાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં ચાલ્યા ગયા

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં એક પછી એક નેતાઓ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે એક મોટો પડકાર ઉભો થયો છે. એવું એક પણ સપ્તાહ ન ગયું હોય જ્યારે ભાજપનો કોઇ નેતા કોંગ્રેસમાં ન જોડાયો હોય. દર સપ્તાહે એક સમાચાર તો એવા સામે આવે જ છે કે ભાજપ નેતા કોંગ્રેસમાં ગયા. છેલ્લાં 6 મહિનામાં BJPના 40 નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે સારા સંકેત જણાતા નથી.
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જેવા મોટા નામો ચૂંટણીના વર્ષમાં તેમની સભાઓ અને પ્રવાસો ચાલુ રાખી રહ્યા છે. તો બીજી તરફ પ્રદેશના અસંતુષ્ટોને મનાવવાની જવાબદારી કેન્દ્રીય સ્તરના નેતાઓને સોંપવામાં આવી છે, છતા ભાજપ નેતાઓનો પાર્ટી છોડવાનો સિલસિલો અટકતો નથી.
જેમાં સૌથી તાજું ઉહાદરણ નર્મદાપુરમ વિસ્તારના કદાવર નેતા અને 2 વખતના ભાજપના ધારાસભ્ય ગિરિજા શંકર શર્માનો છે. તાજેતરમાં કોંગ્રેસમા જોડાનારા ગિરિજા શંકર ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા સ્પીકર સીતાશરણ શર્માના સગા ભાઇ છે.
ગિરિજા શંકરે પાર્ટી છોડવાના કારણ વિશે કહ્યુ હતું કે, છેલ્લાં ઘણા સમયથી ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમને નજર અંદાજ કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યુ હતું કે, છેલ્લાં 10 વર્ષથી ભાજપ તેમની ઉપેક્ષા કરી રહી છે. તેમણે આગળ કહ્યુ કે, પાર્ટીમાં નવા લોકો આવતા જાય છે અને જૂના લોકોને નજર અદાંજ કરવામાં આવી રહ્યા છે. સંગઠનમાં કોઇ સાંભળતું નથી.
માત્ર ગિરજા શંકર જ નહી, પાર્ટીના અનેક મોટા માથા ભાજપ છોડીને કોંગ્રેસમાં ચાલ્યા ગયા છે. ભાજપના નાના-મોટા સહિત 40 લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનું સભ્યપદ મેળવી લીધું છે.
મધ્ય પ્રદેશનું રાજકારણ એકદમ રોચક છે. મધ્ય પ્રદેશના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને તેમને કેન્દ્રીય મંત્રી પદ પણ મળ્યું, પરંતુ તેમની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક નેતાઓ હવે ભાજપથી કંટાળી ગયા છે અને પોતાની પાર્ટીમાં પાછા ફરી રહ્યા છે.
વર્ષ 2019માં મધ્ય પ્રદેશમા કોંગ્રેસે જીત મેળવી હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા.પરંતુ થોડા સમય પછી સિંધિયાના બળવાને કારણે સરકાર પડી ભાંગી હતી અને ભાજપે સત્તા મેળવી હતી. હવે કમલનાથનો ફરી દબદબો વધી રહ્યો છે જે ભાજપ માટે ચિંતાજનક છે.
કોંગ્રેસનો હાથ પકડનારા 40 નેતા
આદિવાસી નેતા-પૂર્વ સાંસદ માખણ સિંહ સોલંકી
પૂર્વ ધારાસભ્ય રાધેલાલ બઘેલ
પૂર્વ CM કૈલાશ જોષીના પુત્ર દીપક જોષી
આષ્ટા વિધાનસભાના જિલ્લા પંચાયત સભ્ય કમલ સિંહ ચૌહાણ
પૂર્વ ધારાસભ્ય રાવ દેશરાજ સિંહના પુત્ર યાદવેન્દ્ર સિંહ રાવત
પૂર્વ ધારાસભ્ય અને નગર પાલિકા અધ્યક્ષ અનુભા મુંજારે અને તેમના પુત્ર
પૂર્વ મંત્રી સઈદ અહમદ
ધારાસભ્ય પ્રદીપ લારિયાના ભાઈ હેમંત લારિયા
મંત્રી કમલ પટેલના સહયોગી રહેલા દીપક સારણ
ફેમસ પર્વતારોહી મેઘા પરમાર
નીતૂ પરમાર
પકંજ લોધા
સમંદર પટેલ
અજુમ રહબર
રોશની યાદવ
બૈજનાથ યાદવ
વેદાંતી ત્રિપાઠી
નિતિન દૂબે
ધ્રૂવ પ્રતાપ સિંહ
મલખાન સિંહ
અવધેશ નાયક
શુભાંગના રાને
નીરજ શર્મા
જિતેન્દ્ર જૈન
રાજકુમાર ધનૌરા
રાજુ દાંગી
દેવરાજ બાગરી
વંદના બાગરી
શંકર મહતો
બજરંગ સેનાના રઘુનંદન શર્મા
બજરંગ સેનાના રામશંકર મિશ્રા
બજરંગ સેનાના ઉર્મિલા મરાઠા
બજરંગ સેનાના અંબરીશ રાય
બજરંગ સેનાના રાજેન્દ્રસિંહ મુરાવર
બજરંગ સેનાના રણવીર પટૈરિયા
પૂર્વ ધારાસભ્ય ભંવર સિંહ શેખાવત
પૂર્વ સાંસદના પુત્ર ચંદ્રભૂષણ સિંહ બુંદેલા
ધારાસભ્ય વિરેન્દ્ર રઘુવંશી
છેદીલાલ પાંડે
અરવિંદ ધાકડ શિવપુરી
અંશુ રઘુવંશી ગુના
ડૉ.કેશવ યાદવ ભિંડ
ડૉ.આશીષ અગ્રવાલ
મહેન્દ્ર પ્રતાપ સિંહ
પૂર્વ ધારાસભ્ય ગિરિજાશંકર શર્મા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp