મધ્ય પ્રદેશના ઐતિહાસિક હનુમાન મંદિરમાં એડલ્ટ એકટ્રેસના બોલ્ડ ફોટોશૂટથી હંગામો

PC: india.postsen.com

અંગ પ્રદર્શનો માટે જાણીતી સાઉથની એક મોડલ અને એડલ્ટ એકટ્રેસે મધ્ય પ્રદેશના એક મંદિરમાં અશ્લીલ ફોટોશૂટ કરાવ્યું હોવાની તસ્વીરો સામે આવતા હિંદું સંગઠનો ગુસ્સે ભરાયા છે.

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના પ્રસિદ્ધ ઐતિહાસિક ગઢપહરા કિલ્લાના હનુમાન મંદિર પરિસરમાં એક એડલ્ટ એકટ્રેસ અને મોડલ રેશમી નાયરે અશ્લીલ ફોટો શૂટ કરાવતા ભારે બબાલ મચી ગઇ છે. હિંદુ સંગઠનોએ એડલ્ટ એકટ્રેસ અને તેના સાથી મિત્રો સામે FIR નોંધવાની માંગ કરી છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ પરિસરમાં પ્રસિદ્ધ હનુમાન મંદિરની સાથે અનગઢ દેવીનું મંદિર પણ છે અને લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ભારતની મોડલ અને એડલ્ટ એકટ્રેસ જુલાઇ મહિનામાં મધ્ય પ્રદેશના સાગરમા પહોંચી હતી અને તેણીએ પોતાની ટીમ સાથે સાગરના ગઢપહરા કિલ્લામાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરના રંગ મહલમાં અર્ધનગ્ન તસ્વીરો ખેંચાવી હતી અને સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા હતા. આ તસ્વીરોમાં મોડલ રેશમી નાયર ટોપલેસ ઉભેલી નજર આવી રહી હતી. એડલ્ટ એકટ્રેસની રંગ મહલની તસ્વીરો સામે આવ્યા પછી હિંદુ સંગઠનનો ભવા વંકાયા હતા અને તેમણે વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

ગઢપહરા કિલ્લા પરિસરમાં હનુમાનજી અને અનગઢ દેવી ના બે પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. અત્યાર સુધી રેશમી નાયરે અહીં લીધેલા તમામ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાંથી મોટા ભાગના શીશમહેલ, બારાદરી અને રંગમહેલના છે. શિવસેનાના કાર્યકરોએ મધ્યપ્રદેશના એડિશનલ SPને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે, જેમાં એડલ્ટ અભિનેત્રી રેશમી નાયર વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

સાઉથની મોડલ રેશમી નાયરને વિવાદો સાથે જૂનો સંબંધ છે. રેશમી બહુચર્ચિત ‘કિસ ફોર લવ’ અભિયાન દરમિયાન ચર્ચામાં આવી હતી અને વર્ષ 2019માં આ જ અભિયાન હેઠળ બેંગલુરુની સગીર છોકરીઓના શોષણના આરોપમાં રેશમી નાયર અને તેના પતિની POCSO હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

વરિષ્ઠ પત્રકાર રજનીશ જૈનની ફેસબુક પોસ્ટ અનુસાર, આ ફોટો તેમને શહેરના એક યુવકે ગઢપહેરાના સ્મારકોની ચકાસણી કરવાના હેતુથી મોકલ્યા હતા. તસવીરોમાં દેખાતું ઐતિહાસિક સ્થળ અને ઈમારત સાગરના ગઢપહરાની છે. જો કે મોડલ રેશમી નાયરે આ ફોટામાં સ્થાનનું નામ નથી આપ્યું. તેણે ' સમ વ્હેરની ઇન મધ્ય પ્રદેશ’ લખીને ફોટા શેર કર્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp