દારૂડિયાઓએ કરવું પડશે કેટવોક, દારૂ પીધો છે કે નહીં સીધી લાઇન પર ચાલીને સાબિત થશે

PC: twitter.com

ભોપાલમાં દારૂ પીને વાહન ચલાવનારાઓ પર હવે પોલીસે લાલ આંખ કરી છે. તેને લઈને મધ્ય પ્રદેશની ભોપાલ પોલીસે એક નવી યુક્તિ કાઢી છે. પોલીસની આ અનોખી તપાસમાં દારૂડિયાઓએ કેટવૉક કરવું પડશે. ભોપાલ પોલીસે નિર્ણય લીધો છે કે દારૂના નશામાં છાકટા બનેલા વાહન ચાલકોને રોડ પર ખેડવામાં આવેલી સફેદ રંગની 10 ફૂટ લાંબી લાઇન પર કેટવૉક કરવું પડશે. તેનાથી એ ખબર પડશે કે પોલીસે જેને દારૂના નશાની હાલતમાં વાહન ચલાવતો પકડ્યો તો તે કઈ હદ સુધી દારૂના નશામાં છાકટો બન્યો છે.

પોલીસે કમિશનર મકરંદ દેઉસ્કરે રાજધાની ભોપાલ શહેરના પોલીસ સ્ટેશનના પ્રભારીઓને નિર્દેશ આપ્યા છે કે હવેથી ચેકિંગ પોઈન્ટ પર જ પોલીસ દારૂડિયાઓનું ફિઝિકલ ટેસ્ટ લેશે. કમિશનરના નિર્દેશ મુજબ ચેકિંગ પોઈન્ટ પર જ રોડ કિનારે સફેદ રંગની 10 ફૂટ લાંબી લાઇન ખેચવામાં આવશે. દારૂના નશામાં વાહન ચલાવતા પકડાઈ ગયેલા લોકોએ એ લાઇન પર લડખડાયા વિના ચાલી દેખાડવું પડશે. આ દરમિયાન જો પગ લડખડાયા તો તેનો અર્થ કે દારૂ પીધો છે.

અને જો એમ ન થયું તો પોલીસની ક્લીનચિટ મળી જશે. છતા પણ પોલીસને શંકા હશે તો ઘટનાસ્થળ પર જ બ્રીથ એનલાઇઝરથી ડ્રાઈવરનું ટેસ્ટ કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની સતત ચેતવણી બાદ 19 ફેબ્રુઆરી 2023ના રોજ મધ્ય પ્રદેશની કેબિનેટ મીટિંગમાં દારૂ નીતિને લઈને મોટા નિર્ણય થયા હતા. કેબિનેટના નિર્ણય મુજબ, મધ્ય પ્રદેશમાં દારૂના અડ્ડા બંધ રહેશે અને દારૂની દુકાનો પર કોઈ પણ પ્રકારનો દારૂ નહીં પીરસી શકાય. એ સિવાય ધાર્મિક સ્થળ, હોસ્ટેલ, શૈક્ષણિક સંસ્થાથી 50 મીટરની જગ્યાએ 100 મીટરના અંતરે દારૂની દુકાન કરવાના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા હતા.

રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય થયા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જે બેઠક થઈ છે, તેમાં દારૂ નીતિને હતોત્સાહિત કરનારી બતાવવામાં આવી છે. વર્ષ 2010થી અત્યાર સુધી મધ્ય પ્રદેશમાં કોઈ પણ દારૂની નવી દુકાન ખૂલી નથી. એ સિવાય નર્મદા સેવા યાત્રા દરમિયાન 4 દુકાનો બંધ કરવામાં આવી. મધ્ય પ્રદેશમાં દારૂની દુકાનો પર માત્ર વેચાણ કરી શકાશે. દુકાનો પર બેસીને દારૂ પીવાડવાનું પ્રવધાન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp