‘મહિલાની ઓળખ લગ્નથી નહીં’ વિધવાની મંદિરમાં એન્ટ્રી રોકવા પર હાઇ કોર્ટ સખત

મદ્રાસ હાઇ કોર્ટે વિધવા મહિલાઓના મંદિરોમાં પ્રવેશ પર રોક લગાવનારી પ્રથાઓ પર સખત ફાટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારની પરંપરાઓ નહીં હોય શકે. કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી, જેમાં ઇરોડ જિલ્લામાં એક મંદિરમાં જવા અને કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે પોલીસ સુરક્ષાની માગ કરવામાં આવી હતી.

એક રિપોર્ટ મુજબ, જસ્ટિસ આનંદ વેંકટેશની પીઠને મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ મંદિરમાં પૂજારી હતો, જેનું 28 ઑગસ્ટ 2017ના રોજ નિધન થઈ ગયું હતું. તેણે આગળ જણાવ્યું કે, તે પોતાના દીકરા સાથે મંદિરના ઉત્સવમાં હિસ્સો લેવા અને પૂજા કરવા માગતી હતી, પરંતુ કેટલાક લોકોએ તેને એમ કરતા રોકી દીધી. તેને કહેવામાં આવ્યું કે, તે વિધવા હોવાના કારણે મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે.

તેની સાથે જ મહિલાએ આગામી 9 અને 10 ઑગસ્ટના રોજ મંદિરમાં થનારા ઉત્સવમાં હિસ્સો લેવા માટે સુરક્ષાની માગ કરી. પીઠે આખા કેસ પર સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ રાજ્યમાં આ જૂની માન્યતાઓ કાયમ છે કે જો કોઈ વિધવા મંદિરમાં પ્રવેશ કરે છે તો તેનાથી ત્યાં અપવિત્રતા થઈ જશે. જો કે, આ બધી મૂર્ખતાપૂર્ણ માન્યતાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતા પણ કેટલાક ગામોમાં તેનો અભ્યાસ ચાલુ છે.

આ નિયમ પુરૂષોએ પોતાની સુવિધા માટે બનાવ્યા છે. તે વાસ્તવમાં એક મહિલાને અપમાનિત કરે છે કેમ કે તેણે પોતાના પતિને ગુમાવી દીધો છે. જસ્ટિસ વેંકટેશે કહ્યું કે, એક મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને પરિણીત સ્થિતિના આધાર પર તેને કોઈ પ્રકારે ઓછી નહીં કરી શકાય. પીઠે કહ્યું કે, કાયદાના શાસનવાળા સભ્ય સમાજમાં એ ક્યારેય નહીં ચાલી શકે. જો કોઈ દ્વારા કોઈ વિધવાને મંદિરમાં પ્રવેશ કરતા રોકવાનો એવો પ્રયાસ કરવામાં આવે છે તો તેની વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ.

અરજીમાં સામેલ બીજા પક્ષને સંબોધિત કરતા કોર્ટે કહ્યું કે, અરજીકર્તા અને તેના દીકરાને ઉત્સવમાં સામેલ ન થવા અને ભગવાનની પૂજા કરતા રોકવાનો તેમને કોઈ અધિકાર નથી. ત્યારબાદ કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો કે તે અરજીકર્તાને મંદિરમાં પ્રવેશથી રોકનારાઓને સ્પષ્ટ સૂચિત કરે કે તેઓ તેને અને તેના દીકરાને મંદિરમાં પ્રવેશ કરતા નહીં રોકે. જો એવું થાય છે તો પોલીસ તેની વિરુદ્ધ સખત એક્શન લે. પોલીસ એ સુનિશ્ચિત કરે કે મહિલા અરજીકર્તા અને તેનો દીકરો 9 અને 10 ઑગસ્ટે મંદિરના ઉત્સવમાં ભાગ લે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.