ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મૂર્તિઓ તૂટી ગઇ, સુરતના કોન્ટ્રાક્ટરે બનાવી હતી

PC: aajtak.in

ઉજ્જૈનમાં રવિવારે સાંજે આવેલા જોરદાર વાવાઝોડાને કારણે મહાકાલ લોક કોરિડોરમાં સ્થાપિત ઘણી મૂર્તિઓ પડી અને તૂટી ગઈ હતી.ગયા વર્ષે ઓક્ટોબરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોક કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 856 કરોડ છે જેમાં પ્રથમ તબક્કો રૂ. 351 કરોડમાં પૂર્ણ થયો હતો.

રવિવારે સાંજે અચાનક આવેલા તોફાની પવનને કારણે મહાકાલ લોકમાં બનેલી સપ્તઋષિઓની મૂર્તિઓની 7માંથી 6 મૂર્તિઓને નુકસાન થયું છે. મૂર્તીઓના હાથ પગ તુટી ગયા હતા. મહાકાલ કોરીડોરનો પ્રોજેક્ટ સુરતના કોન્ટ્રાકટર પી.એમ. બાબરીયા કંપનીને આપવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલી આ કંપનીએ લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે. જો કે કંપનીના માલિક મનોજ બાબરિયાએ કહ્યું હતું કે વાવાઝોડાને કારણે 6 પ્રતિમાઓ તુટી પડી છે જેને ફરી ગુરુવાર સુધીમાં ફરી સ્થાપિત કરી દેવામાં આવશે.

રવિવારના કારણે મોટી સંખ્યામાં ભક્તો મહાકાલ લોક પહોંચ્યા હતા. જો કે, રાહતની વાત એ છે કે આટલા નુકસાન બાદ પણ કોઈ ભક્તને ઈજા થઈ નથી.ખરેખર, 10 થી 25 ફૂટ ઉંચી આ મૂર્તિઓ લાલ પથ્થર અને ફાઈબર રિઈનફોર્સ પોલિમર્સ (FRP) ની બનેલી છે. ગુજરાતની એમપી બાબરિયા પેઢી સાથે સંકળાયેલા ગુજરાત, ઓડિશા અને રાજસ્થાનના કલાકારોએ આના પર કારીગરી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓકટોબર 2022ના દિવસે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના નવા સંકુલ 'મહાકાલ લોક'નું ઉદ્ઘાટન કર્યું. જે બાદ દેશ-વિદેશમાંથી ભક્તો મહાકાલ લોકના દર્શન કરવા આવે છે. પરંતુ મહાકાલ લોકમાં કરવામાં આવેલ બાંધકામની ગુણવત્તા ચોક્કસપણે ખુલ્લી પડી હતી.

મહાકાલ લોક કોરિડોર 900 મીટર લાંબો છે. આ કોરિડોરમાં 136 મૂર્તિઓ છે, જે ભગવાન શિવ અને ઋષિમુનિઓના વિવિધ સ્વરૂપો દર્શાવે છે. અહીં બે ભવ્ય પ્રવેશદ્વાર છે નંદી દ્વાર અને પિનાકી દ્વાર. તેમાં ત્રિશુલ ડિઝાઇનના 108 થાંભલા છે. આ સાથે શિવપુરાણની કથાઓ દર્શાવતી 50 ભીંતચિત્રો બનાવવામાં આવી છે. 

કોરિડોરમાં રાજસ્થાનના બંસી પહારપુરથી લાવવામાં આવેલ ખાસ સેન્ડસ્ટોન લગાવવામાં આવ્યા છે. રાજસ્થાન, ગુજરાત અને ઓડિશાના કલાકારોએ આ કોરિડોર તૈયાર કર્યો છે. અહીં કાલિદાસના 'અભિજ્ઞાન શાકુંતલમ'માં ઉલ્લેખિત બાગાયતી પ્રજાતિઓ પણ કોરિડોરમાં વાવવામાં આવી છે. તેમાં રૂદ્રાક્ષ, બકુલ, કદમ, બેલપત્ર અને સપ્તપર્ણી જેવી ધાર્મિક મહત્વની 40-45 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

મનોજ બાબરિયા

મહાકાલ કોરીડોર પ્રોજેક્ટનું કામ સુરતની એમ.પી બાબરીયા કંપનીને સોંપવામાં આવ્યું હતું. Khabarchhe.Comએ કંપનીના માલિક મનોજ બાબરિયા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે,કોરીડોરમાં 9 ફુટ અને 25 ફુટ પ્રતિમાઓ બનાવવામાં આવી છે, જેમાંથી 9 ફુટની 6 મૂર્તિઓ વાવાઝોડાને કારણે તુટી પડી હતી. કુદરતી આફતોમાં ભૂંકપ સામે રક્ષમ મળે એવું સ્ટ્રકચર બનાવી શકાય છે, પરંતુ સાયક્લોનના કિસ્સામાં તેની માત્રો ખબર ન પડે.  FRPની મૂર્તિઓ લાઇટ વેઇટની હોય છે. મનોજ બાબરિયાએ કહ્યું કે મહાકાલ દુનિયાભરમાં ફેમસ હોવાને કારણે મીડિયામાં આ સમાચાર વધારે ચગ્યા છે. અમે ગુરુવારે ફરી મૂર્તિ સ્થાપિત કરી દઇશું.

તો બીજી તરફ મધ્ય પ્રદેશની ભાજપ સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મૂર્તિઓ ગુણવત્તા અનુસાર જ બનાવવામાં આવી હતી. દિલ્હીની ટીમે પણ આવીને નિરિક્ષણ કર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp