રામ મંદિર માટે 1 કરોડ આપનારા મહંતનું મોત, અયોધ્યામાં યજ્ઞની કરી રહ્યા હતા તૈયારી

PC: twitter.com

મધ્ય પ્રદેશના નરસિંહપુરથી સોમવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા. અહીં બરમાન-સગરી નેશનલ હાઈવે 44 પર એક ભીષણ રોડ એક્સિડન્ટમાં મહંત કનક બિહારી મહારાજનું નિધન થઈ ગયુ. બાઇક સવારને બચાવવાના ચક્કરમાં તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇને પલટી ગઈ અને આ દુર્ઘટનામાં મહારાજ સહિત બે લોકોના જીવ જતા રહ્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. મહંત કનક બિહારી દાસ મહારાજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયા કરતા વધુ રકમ દાન આપીને ચર્ચામાં આવ્યા હતા. રઘુવંશ શિરોમણિ 1008 ના નામથી પ્રખ્યાત કનક બિહારી દાસ મહારાજ રઘુવંશી સમાજના રાષ્ટ્રીય સંતના રૂપમાં પણ ઓળખાતા હતા.

મહારાજનો આશ્રમ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લા સ્થિત નોનીમાં છે. કનક મહારાજ યુપીના પ્રયાગરાજથી પાછા છિંદવાડા જઈ રહ્યા હતા. દરમિયાન, બરમાન-સગરી નેશનલ હાઇવે- 44 પર થયેલા એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થઈ ગયુ. મહારાજ કનકજી અયોધ્યાના રામ મંદિરમાં થનારા યજ્ઞની તૈયારીઓ કરી રહ્યા હતા. રઘુવંશી સમાજના નરસિંહપુર જિલ્લા અધ્યક્ષ રાજકુમાર રઘુવંશીએ જણાવ્યું, મહંત કનક મહારાજે 1 કરોડ રૂપિયાનું દાન રામ મંદિર માટે આપ્યું હતું. આ ઉપરાંત, મહારાજ 10 ફેબ્રુઆરી, 2024 થી અયોધ્યામાં 9009 કુંડીય યજ્ઞ કરવાના હતા. તેની જ તૈયારી માટે તેઓ રઘુવંશી સમાજના તમામ ગામોમાં જઈ રહ્યા હતા.

સોમવારે જ્યારે તેઓ છિંદવાડા જઈ રહ્યા હતા, ત્યારે ગુના જિલ્લાની પાસે મોટરસાઇકલને બચાવવાના કારણે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ અને તેમનો જીવ ચાલ્યો ગયો. મહારાજની સાથે કારમાં સવાર છિંદવાડાના વિશ્રામ રઘુવંશીનું પણ નિધન થઈ ગયુ. તેમના અસામયિક નિધનથી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. બરમાન સ્થિત રામમંદિરના મહંત સીતારામ દાસ મહારાજે કહ્યું કે, મહંત કનક બિહારી મહારાજ સમાજના મહાન સંત હતા. તેમનું જવુ સમાજ માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. તેઓ અયોધ્યામાં થનારા યજ્ઞની તૈયારીમાં જોતરાયા હતા. પરંતુ, રોડ એક્સિડન્ટમાં કાળની ગર્તામાં સમાઈ ગયા.

રામ મંદિરનું નિર્માણ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થઈ રહ્યું છે. મંદિર નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. રામ મંદિર માટે ભૂમિ પૂજન ઓગસ્ટ 2020માં થયુ હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સામેલ થયા હતા. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની હાલની તસવીરો સામે આવી છે. મંદિર પર બીમ ચઢાવ્યા બાદ મંદિરનું સ્વરૂપ દેખાવા માંડ્યુ છે. રામલલાના ભવ્ય અભિષેક માટે ભારત ઉપરાંત, યુક્રેન અને રશિયા સહિત 7 મહાદ્વીપો અને 155 દેશોમાંથી પવિત્ર જળ ભેગુ કરવામાં આવ્યું છે. હવે 23 એપ્રિલે ભવ્ય અભિષેક કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp