મહારાષ્ટ્ર કોંગ્રેસમાં સંકટ! મોટા નેતાએ ગંભીર આરોપો લગાવી આપી દીધું રાજીનામું
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વિવાદ વધતો જઇ રહ્યો છે. એવા સમાચાર મળી રહ્યા છે કે વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એક દિવસ અગાઉ જ તેમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર સવાલ ઉઠાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, નાસિકથી સત્યજીત તાંબેના અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા અને ચૂંટણી જીત્યા બાદ પ્રદેશ કોંગ્રેસમાં ખેચતાણ વધી ગઈ છે.
હાલમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને ચિઠ્ઠી લાખી હતી. તેમણે ચિઠ્ઠીમાં હાલના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે સાથે કામ કરવામાં અસમર્થતા દેખાડી હતી. જો કે, પૂણેમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન નાના પટોલે એવી કોઈ ચિઠ્ઠીની ના પાડતા રહ્યા. તેમણે કહ્યું કે, આ બાબતે તેમને કોઈ જાણકારી નથી. એવા સમાચાર છે કે બાળાસાહેબ થોરાટની ચિઠ્ઠીમાં નજરઅંદાજ કરવાનો ઉલ્લેખ કર્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને તેમણે જાણકારી આપી છે કે રાજ્યમાં થનારા નિર્ણયો બાબતે તેમને જણાકારી આપવામાં આવતી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વરિષ્ઠ નેતાના નજીકના વ્યક્તિએ જાણકારી આપી કે બાળાસાહેબ થોરાટે પોતાની ચિઠ્ઠીમાં કોંગ્રેસ નેતૃત્વ સામે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે સાથે કામ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, તેઓ (નાના પટોલે) તેમની વિરુદ્ધ ખૂબ નારાજગી ધરાવે છે અને તેમની સાથે કામ કરવાનું મુશ્કેલ હશે. બાળાસાહેબ થોરાટે નિર્ણયો પર ચર્ચામાં સામેલ ન કરવાની ફરિયાદ પણ કરી છે. કોંગ્રેસે નાસિકથી MLC સુધીર તાંબેને ટિકિટ આપી હતી. હવે સુધીર તાંબે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બાળાસાહેબ થોરાટના સંબંધી પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે તાંબે પરિવાર સત્યજિત માટે ટિકિટ ઈચ્છતો હતો. એવામાં સત્યજિત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતર્યા અને જીત હાંસલ કરી. હવે 2 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા પરિણામો બાદ કોંગ્રેસમાં ખેચતાણ હજુ વધતી નજરે પડી રહી છે.
2 ફેબ્રુઆરીના રોજ પરિણામ સામે આવ્યા બાદ સત્યજિત તાંબે ચૂંટણી જીતી ગયા. આ જીત સાથે જ કોંગ્રેસને શરમનો સામનો કરવો પડ્યો. તો આ આખી બાબતે બાળાસાહેબ થોરાટના મૌનને પિતા-પુત્રની જોડીને મૌન સમર્થન તરીકે જોવામાં આવ્યું. જો કે બાળાસાહેબ થોરાટે સત્યજિત તાંબેના ચૂંટણી અભિયાનમાં હિસ્સો લીધો નહોતો, પરંતુ તેમના ઘણા સંબંધી સામેલ હતા. તો કોંગ્રેસ સુધીર તાંબે અને સત્યજિત તાંબેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp