મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી આપી શકે છે રાજીનામું, PM સાથે કરી વાત

PC: indianexpress.com

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સોમવારે કહ્યું કે, તેઓ રાજનૈતિક જવાબદારીથી મુક્ત થવા માગે છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની મુંબઇ યાત્રા દરમિયાન મેં તેમને બધી રાજનૈતિક જવાબદારીથી મુક્ત થવા અને વાંચવા, લખવા અને અન્ય ગતિવિધિઓમાં પોતાનું બાકી બચેલું જીવન વ્યતીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંતો, સમાજ અને વીર સેનાનીઓની ભૂમિ મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક કે રાજ્યપાલના રૂપમાં સેવા કરવાનું મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત રહી છે.

તેમણે કહ્યું કે, છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમય દરમિયાન મહારાષ્ટ્રની જનતા પાસેથી જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે અને આ બાબતે પણ મને આ જ પ્રકારની આશા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ કોઇ ‘બુનિયાદી ઢાંચા પરિયોજનાઓ’નું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરવા માટે મુંબઇ પહોંચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં રાજ્યપાલ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ રાજ્યપાલ બન્યા બાદ નાખુશ છે અને તેમને લાગે છે કે તેઓ યોગ્ય જગ્યાએ નથી.

તેમણે આગળ કહ્યું કે, તેમને ખુશી ત્યારે જ અનુભવાય છે જ્યારે સંન્યાસી રાજભવનમાં આવે છે. ભગત સિંહ કોશ્યારીની સપ્ટેમ્બર 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભગત સિંહ કોશ્યારીએ લગભગ 3 વર્ષનો કાર્યકાળ રાજ્યપાલ તરીકે પૂરો કર્યો છે. જો કે, આ દરમિયાન પોતાના વિવાદિત નિવેદનોના કારણે વધારે ચર્ચામાં રહ્યા. ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજને લઇને વિવાદિત નિવેદન આપી દીધું હતું.

એક કાર્યક્રમમાં ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે શાળામાં ભણતા હતા તો અમારા શિક્ષક અમને પૂછતા હતા કે તમારા પસંદગીના નેતા કોણ છે? તો લોકો પોતાની ઇચ્છાથી અલગ અલગ નામ લેતા હતા. કોઇ સુભાષ ચંદ્ર બોઝ તો કોઇ જવાહરલાલ નેહરુ તો કોઇ મહાત્મા ગાંધીનું નામ લેતા હતા અને તેમને પોતાના હીરો બતાવતા હતા, પરંતુ મને એમ લાગે છે કે જો તમને કોઇ પૂછે કે તમારા ફેવરિટ હીરો કોણ છે તો તમારે ક્યાંક દૂર જવાની જરૂરિયાત નથી. બધુ તમને મહારાષ્ટ્રમાં જ મળી જશે. શિવાજી મહારાજ તો જૂના જમાનાની વાત છે. હું નવા યુગની વાત કરી રહ્યો છું, બધા અહીં જ મળી જશે. ડૉ. ભીમરાવ આંબેડકરથી લઇને નીતિન ગડકરી સુધી તમને અહીં જ મળી જશે. અન્ય પણ એવા કેટલાક નિવેદનો છે જેના કારણે વિવાદો થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp