રાઉતના મતે આ મહિને જ પડી જશે શિંદે સરકાર, શિંદે ગ્રુપ બોલ્યું- માનસિક સંતુલન...

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે, મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઠબંધનવાળી સરકાર આ મહિનાના અંત સુધીમાં પડી જશે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ શિંદે ગ્રુપના 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દેશે. ત્યારબાદ ગઠબંધન લઘુમતીમાં આવી જશે. 16 ધારાસભ્યોમાં એકનાથ શિંદે પણ સામેલ છે. શિંદે ગ્રુપના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરનારી ઠાકરે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટ (SC)માં 13 જાન્યુઆરીના રોજ સુનાવણી થવાની છે.

સંજય રાઉતે કહ્યું કે, ‘આ સરકાર ફેબ્રુઆરી મહિનો નહીં જોઇ શકે. મારી વાત માની લો, આ સરકાર વેન્ટિલેટર સપોર્ટ પર છે. જે દિવસે સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવશે, એ જ દિવસે સરકાર પડી જશે. જો કોર્ટ પર દબાવ ન નાખવામાં આવ્યો તો 16 ધારાસભ્યોને જલદી જ અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે.’  સંજય રાઉતે દાવો કર્યો કે, એકનાથ શિંદેની સરકારનું પડવું પહેલાથી જ નક્કી હતું.

દરેક જાણે છે કે એ થવા જઇ રહ્યું છે. તેઓ તેને ટાળીને થોડો વધુ સમય કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’ સંજય રાઉતે દાવો કર્યો કે, તેઓ સંવૈધાનિક રૂપે છે એવો દાવો કરી રહ્યા છે.રાજ્ય સરકાર પર આરોપ લગાવતા સંજય રાઉતે કહ્યું કે, વિપક્ષે વિધાનસભાના હાલના શિયાળુ સત્ર દરમિયાન મુખ્યમંત્રી અને અબ્દુલ સત્તાર સહિટ ઘણા મંત્રીઓના રાજીનામાની માગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકારે મૌન સાધી રાખ્યું છે. આ (સરકાર) જરાય ઉપલબ્ધ નથી.

આ પાણીમાં ભેંસની જેમ નિષ્ક્રિય છે. સરકારમાં બે ગ્રુપ છે અને દરેક પોત પોતાના મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. MNS પ્રમુખ રાજ ઠાકરેના દાદર 9 શિવસેનાના મુખ્યાલય)માં સેના ભવન પાસે રેલી કરવાની યોજના પર પૂછવામાં આવતા કહ્યું કે, આ પ્રતિષ્ઠિત ઢાંચા સામે સભા કરવાની ઇચ્છા રાખનારા કોઇ પણ વ્યક્તિ પર પ્રતિબંધ નથી. શિવાજી પાર્ટમાં MNS પ્રમુખના ઘર પાસે રેલીઓ (વાર્ષિક દશેરા રેલી) કરે છે.

ભાજપ અને શિંદે ગ્રુપે આ નિવેદનને પબ્લિસિટી સ્ટંટ કરાર આપી દીધો. મુંબઇ ભાજપના મુખિયા આશિષ શેલારે કહ્યું કે, ‘નિવેદનાબાજીની તેને આદત છે. મને લાગે છે કે સંજય રાઉતે સામનાના કાર્યાલયમાં બેસીને સંવિધાનને ફરીથી લખવું જોઇએ. તેમને આ બેકારની કવાયત બંધ કરી દેવી જોઇએ. તો શિંદે ગ્રુપનો દાવો કર્યો કે, સંજય રાઉત હવે હોશમાં નથી. ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે, ‘મને લાગે છે કે 3 મહિના જેલમાં વિતાવ્યા બાદ હવે સંજય રાઉત માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. હું તેમને થોડી સારવાર કરાવવાનો અનુરોધ કરીશ. તેમના ફાલતુ નિવેદનોના કારણે હવે અમને માથું દુઃખી રહ્યું છે. તેમને સાંભળ્યા બાદ અમને માથાના દુઃખાવાની ગોળીઓ લેવાનું મન થાય છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.