રાજ ઠાકરેના દીકરાને ટોલ પ્લાઝા પર રોક્યો તો કાર્યકર્તાઓએ કરી તોડફોડ, જુઓ Video

PC: hindustantimes.com

મહારાષ્ટ્રના નાસિકમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર સ્થિત એક ટોલ પ્લાઝા પર રાજ ઠાકરેની MNS પાર્ટીના કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અને નેતા અમિત ઠાકરેને ટોલ પ્લાઝા પર રોકવા અને અડધો કલાક સુધી રાહ જોવડાવવાને લીધે પાર્ટીના કાર્યકર્તાઓએ શનિવારે મોડી રાતે સિન્નર ટોલ પ્લાઝાના બૂથ પર તોડફોડ કરી.

મનસે અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત અમિત ઠાકરેનો કાફલો શનિવારે સાંજે સમૃદ્ધિ એક્સપ્રેસ વેના રસ્તે અહમદનગરથી સિન્નર પાછા ફરી રહ્યા હતા, જ્યારે તેમને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ રોક્યા. ટોલકર્મીએ તેમને ઓળખપત્ર દેખાડવા માટે પણ કહ્યું. જેને કારણે તેમની પાર્ટીના કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા. ત્યાર પછી રવિવારે લગભગ મોડી રાતે 2.30 વાગ્યે મનસે કાર્યકર્તાઓની એક ભીડે પ્લાઝા પર હુમલો કરી તોડફોડ કરી. એટલું જ નહીં ત્યાં મોજૂદ પદાધિકારીઓ પાસે માફી પણ મંગાવી.

નેતાને રાહ જોવડાવી તો કાર્યકર્તા ગુસ્સામાં આવી ગયા

વાતચીત સમયે માહોલ ગરમાયો અને મનસે પાર્ટીના કાર્યકર્તા ઉપદ્રવી બની ગયા અને ત્યાર બાદ ટોલ પ્લાઝા પર તોડફોડ કરી. મનસે કાર્યકર્તાઓએ દાવો કર્યો કે ટોલ બૂથના કર્મચારીઓએ તેમના નેતાને રાહ જોવડાવવામાં અભદ્રતા દેખાડી. મનસે કાર્યકર્તાઓ 3 કારમાં સવાર થઇને ટોલ પ્લાઝા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટોલ પ્લાઝા પર મારપીટ અને તોડફોડને લઈ હજુ સુધી કેસ નોંધાયો નથી. પણ પોલીસે વીડિયોના આધારે કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસે સાથે એવું પણ કહ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને ટોલ પ્રશાસન ફરિયાદ દાખલ કરવા કે ઘટના વિશે વાત કરવાની પણ ના પાડી રહ્યા છે. વાવી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને સીસીટીવી વગેરેની તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ પાસેથી કોઈ ફરિયાદ મળી નથી પણ કેસ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp