- National
- મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી થઈ તો શું થશે ભાજપ અને કોંગ્રેસની હાલત, સરવેમાં જુઓ
મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી થઈ તો શું થશે ભાજપ અને કોંગ્રેસની હાલત, સરવેમાં જુઓ
જો મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણી થાય તો કઈ પાર્ટીને કેટલી સીટ મળશે, એ સવાલ ઘણા લોકોના મનમાં ચાલી રહ્યો હશે. આ દરમિયાન એક ન્યૂઝ એજન્સીએ તેને લઈને સરવે કર્યો છે. આ સરવેમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનની સ્થિતિ ખૂબ સારી નજરે પડી રહી છે. તો સરવેમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટી સત્તાથી દૂર નજરે પડી રહી છે. મહારાષ્ટ્રમાં હાલમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધનની સરકાર છે. મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પડી ગયા બાદ એકનાથ શિંદેએ શિવસેનાના એક પક્ષ સાથે હાથ મળાવી લીધો હતો. ત્યારબાદ કોર્ટે એકનાથ શિંદે ગ્રુપને જ અસલી શિવસેના માની લીધી.
એવું છે અનુમાન:
શિંદે સરકાર મહારાષ્ટ્રમાં એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાની છે. એવામાં એ ઓપનિયન પોલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. Zee ન્યૂઝ અને મેટ્રીઝના આ ઑપિનિયન પોલ મુજબ, શિવસેનામાં તિરાડ બાદ કાર્યકર્તા મોટા પ્રમાણમાં શિંદે ગ્રુપ સાથે જોડાઈ રહ્યા છે. ઑપિનિયન પોલમાં જે આંકડા સામે આવ્યા છે તે મુજબ 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ ગઠબંધનને 165-185, કોંગ્રેસ અને અન્યને 88-118, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને 2-5 અને અન્યને 12 થી લઈને 22 સીટો મળવાનું અનુમાન છે.

વોટિંગ ટકાવારીની વાત:
જો વોટિંગ ટકાવારીની વાત કરીએ તો ભાજપ અને શિવસેના ગઠબંધનને અહીં 46 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એ સિવાય મહાવિકાસ અઘાડી ગઠબંધનને 35 ટકા વોટ મળવાનું અનુમાન છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જુથ) સામેલ છે. અન્ય પાર્ટીઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 3 ટકા અને અન્યને 16 ટકા વોટ મળવાનું અનુમાન છે.
જો એકલી પાર્ટીએની સીટોની વાત કરીએ તો ભાજપને 121-131, શિવસેના ગ્રુપને 39-49 સીટો મળી શકે છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો ઉદ્ધવની શિવસેનાને 8-18 સીટો, કોંગ્રેસને 39-49 સીટો અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને 41-51 સીટ મળવાનું અનુમાન છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 2-5 સીટો મળી શકે છે અને અન્યને 12-22 સીટ મળી શકે છે.

અત્યારે શું છે સ્થિતિ?
હાલમાં મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન પાસે 162 સીટ છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી ગઠબંધન પાસે 121 સીટ છે. તેમાંથી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના 2 ધારાસભ્ય પણ છે. NDAની કુલ 162 સીટોમાં ભાજપની 105, શિંદે ગ્રુપની 40, પ્રજાપાની 2 અને અન્યની 3 સીટો અને 12 અપક્ષ છે. વિપક્ષની વાત કરીએ તો કુલ 121 ધારાસભ્યોમાંથી NCPના 53, કોંગ્રેસના 45, ઉદ્ધવ ગ્રુપના 16, સમાજવાદી પાર્ટીના 2 અને અન્યના 5 ધારાસભ્ય છે.

