MLAની રખડતા કૂતરાઓને આ ભાજપ શાસિત રાજ્યમાં મોકલવાની સલાહ, કહ્યું- તેઓ ખાઈ જાય છે

PC: tv9marathi.com

મહારાષ્ટ્રના એક ધારાસભ્યએ વધી રહેલી રખડતા કુતરાઓની સંખ્યાને કાબૂમાં કરવા માટે અજીબો-ગરીબ સલાહ આપી છે. પ્રહાર જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્ય બચ્ચૂ કડુએ કહ્યું કે, કુતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે રખડતા કુતરાઓને આસામ મોકલી દેવા જોઈએ. બચ્ચૂ કડુ મુજબ, આસામમાં સ્થાનિક લોકો કુતરા ખાય છે. બચ્ચૂ કડુ રાજ્ય વિધાનસભામાં રખડતા કુતરાઓના કારણે થનારી સમસ્યાઓના સંબંધમાં ધારાસભ્ય પ્રતાપ સરનાઇક અને અતુલ ભાતખલકર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા.

બચ્ચૂ કડુએ રસ્તા પર રખડતા કુતરાઓની વસ્તી પર નિયંત્રણ માટે સૂચન આપતા કહ્યું કે, આ પ્રયોગ શરૂ કરવો જોઈએ. એક રિપોર્ટ મુજબ, તેમણે કથિત રૂપે કહ્યું કે, આસામમાં રખડતા કુતરાની માગ છે. તેઓ તેના માટે 8 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી રહ્યા છે. રાજ્યમાં રખડતા કુતરાની વસ્તીને નિયંત્રિત કરવા માટે તેમને આસામ મોકલી દેવા જોઈએ. ધારાસભ્યની ટિપ્પણીઓ પર પશુ અધિકાર કાર્યકર્તાઓએ તીખી પ્રતિક્રિયાઓ શરૂ કરી દીધી છે. બચ્ચૂ કડુના સૂચનને અમાનવીય અને અપમાનજનક જણાવ્યું છે.

શિવસેનામાં એકનાથ શિંદેની બળવા બાદ બચ્ચૂ કડુ પણ આસમાની રાજધાની ગુવાહાટી ગયા હતા. તેમણે કહ્યું કે, રસ્તાઓથી રખડતા કુતરાને ઉઠાવીને આસામ મોકલી દો. કુતરાઓની આસામમાં કિંમત છે. ત્યાં 8-9 હજાર રૂપિયામાં કુતરા વેચાય છે. જ્યારે અમે ગુવાહાટી ગયા હતા તો જાણવા મળ્યું કે, જે પ્રકારે આપણે ત્યાં બકરીનું માંસ ખાવામાં આવે છે, એ જ પ્રકારે આસામમાં કુતરાઓનું માંસ ખાવામાં આવે છે.

એવામાં ત્યાંના વેપારીઓને બોલાવીને આ ઉપાય યોજના કરવાની જરૂરિયાત છે. એક દિવસે આ સમસ્યાનું હાલ નીકળી જશે. તેના માટે ત્યાંની સરકારથી વાતચીત કરવાની જરૂરિયાત પડશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની એક ટિપ્પણીમાં ઝારખંડના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય બિરંચી નારાયણે હાલમાં જ રખડતા કુતરાઓ દ્વારા લોકો પર હુમલો કરવાનો મુદ્દો હતો અને કહ્યું કે, જો રાજ્ય સરકાર સમસ્યાનું સમાધાન શોધી શકતી નથી, તો નાગાલેન્ડના લોકોને બોલાવો અને સમસ્યા દૂર થઈ જશે.

બોકારોથી ભાજપના ધારાસભ્યએ બજેટ સત્ર દરમિયાન રાજ્યની વિધાનસભામાં દાવો કર્યો હતો કે, એકલા રાંચીના ડોગ બાઈટ સેન્ટરમાં રોજ લગભગ 300 લોકો પહોંચે છે. બિરંચીએ એમ પણ કહ્યું કે, કુતરા અને પાલતુ પશુ પ્રેમી કાયદેસર લાયસન્સ વિના તેમને દત્તક લઈ રહ્યા છે. બોકારોમાં રખડતા કુતરાને પકડવા, તેમની સારવાર કરવા અને તેમની નસબંદી કરવાની કોઈ વ્યવસ્થા નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp