લવાસામાં બનશે PM મોદીની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર પટેલ કરતા પણ મોટી

PC: ahmedabadmirror.com

ભારતના પ્રધાનમંત્રી મોદીની પુણેના લવાસા સિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનવા જઇ રહી છે. આ પ્રતિમા 190-200 મીટરની રહેશે. જે દુનિયાની પહેલી સૌથી ઊંચી પ્રતિમા રહેશે. આવનારી 31મી ડિસેમ્બર 2023 પહેલા કે તે દિવસે મોદીની પ્રતિમાનું અનાવરણ થવાની સંભાવના છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીના પ્રમુખ અજય સિંહ અનુસાર, આ આયોજનમાં ઈઝરાયલ, જર્મની, ફ્રાંસ, UAE, સાઉદી આરાબ અને અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ આવી શકે છે.

સિંહે કહ્યું કે, આ પ્રતિમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા માટે કરવામાં આવેલા પ્રયાસોને સમર્પિત રહેશે. NCLT દ્વારા લવાસા સ્માર્ટ સિટી માટે સંકલ્પ યોજનાની મંજૂરી આપ્યા પછી આ પ્રતિમાની પરિકલ્પના વાસ્તવિકતામાં ફેરવાશે.

લવાસામાં જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે ત્યાં દેશનો વારસો અને નવા ભારતની આકાંક્ષાઓને પ્રદર્શિત કરવા માટે એક મ્યૂઝિયમ, એક સ્મારક બગીચો, મનોરંજન કેન્દ્ર અને પ્રદર્શન હોલ રહેશે. જેમાં પ્રધાનમંત્રી મોદીના જીવન અને તેમની ઉપલબ્ધિઓની ઝાંખી પણ દેખાડવામાં આવશે. સાથે જ તેમના દ્વારા નવા ભારતના નિર્માણ માટે આપવામાં આવેલા ફાળાને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ચોમાસાના સમયમાં પહાડી વિસ્તારોમાં ફરવા માટે લોકો રાહ જોતા હોય છે. પહાડો અને વાદળોનું મિલન અને સુંદર રમણીય દ્રશ્યો તેને જોવા સહેલાણિયોની પડાપડી આ સીઝનમાં જોવા મળતી હોય છે. વરસાદમાં લવાસા વધારે સુંદર બની જાય છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કરતા વધારે રહેશે ઊંચાઇ

આ પ્રોજેક્ટના પ્રમુખ અજય સિંહ અનુસાર, લાવાસામાં પ્રધાનમંત્રીની પ્રતિમાના સાક્ષી બનવા તૈયાર છે. અત્યાર સુધીમાં ગુજરાતના કેવડિયા કોલોનીમાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનો દરજ્જો મળ્યો છે. જે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. જેની લંબાઈ 182 મીટર એટલે કે 597 ફૂટ છે. સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ છે. 

પ્રધાનમંત્રી મોદીએ પોતે તેમની પ્રતિમા માટે મંજૂરી આપી દીધી છએ. આ પ્રતિમા લવાસા સ્માર્ટ સિટીની પરિકલ્પનામાં મીલનો પથ્થર સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp