મહારાષ્ટ્રમાં ખતરનાક એક્સિડન્ટ, ખીણમાં ખાબકી બસ, 13 લોકોના મોત, 25 ઇજાગ્રસ્ત

PC: thehindu.com

મહારાષ્ટ્ર રાયગઢ ખોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં પડી જવાથી 13 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 25 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. રાયગઢના SPએ કહ્યું કે, ઘટનાસ્થળ પર બચાવ અભિયાન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, જૂના મુંબઈ-પૂણે હાઇવે પર આ ભીષણ અકસ્માત થયો છે. આ હાઇવે પર બોરઘાટમાં એક પ્રાઇવેટ બસ ખીણમાં ખાબકી છે. આ બસ પુણેથી મુંબઈ જઈ રહી હતી. બસમાં કુલ 40-45 લોકો સવાર હતા. કહેવામાં આવ્યું કે, ડ્રાઈવરનું બસ પર કંટ્રોલ છૂટી જતા આ મોટો અકસ્માત થઈ ગયો.

ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ અને રાયગઢની પોલીસ પહોંચી ગઈ છે. બધા ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આ અકસ્માત પૂણે-રાયગઢ બોર્ડર પર થયો. શનિવારે સવારે કદાચ આ બસના ડ્રાઈવરનું નિયંત્રણ જતું રહ્યું અને ખીણમાં પડી ગઈ. આ બસ પૂણેના પિંપલ ગુરાવથી ગોરેગાંવ જઈ રહી હતી. અકસ્માતના સમયે બસમાં લગભગ 45 મુસાફરોમાંથી મોટા ભાગના લોકોને ઇજા પહોંચી છે.

રાયગઢના SP સોમનાથ ધાર્ગેએ મીડિયાને જણાવ્યું કે, અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને બચાવ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા. તાત્કાલિક જ બચવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. જે જગ્યા પર ભીષણ અકસ્માત થયો, તેની પાસે રોડના કિનારે એમ્બ્યુલન્સ અને પોલીસ વાહન ઊભા નજરે પડ્યા.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણ 2022-23ના આંકડાઓ મુજબ, રાજ્ય દ્વારા વર્ષ 2022-23માં 33,069 રોડ દુર્ઘટનાઓની જાણકારી આપવામાં આવી છે. જેના કારણે 14,883 લોકોના મોત થયા અને 27,218 લોકો ઇજાગ્રસ્ત થયા જ્યારે તેની વિરુદ્ધ મુંબઇમાં રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. ગયા વર્ષે (2021-22) મુંબઈમાં 2214 રોડ દુર્ઘટનાઓ થઈ, જેમાં 387 લોકોના મોત થયા હતા અને 1944 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, જ્યાં મહારાષ્ટ્રમાં ગયા વર્ષની તુલનામાં રોડ અકસ્માતમાં 12 ટકાનો વધારો થયો છે, તો મુંબઇમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

તો ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શનિવારે થયેલા રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. શ્રીવસ્તીના SP પ્રાચી સિંહે કહ્યું કે, ઇકોના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈનોવા ગાડીની ઝાડ સાથે ટક્કર થઈ ગઈ. પોલીસે પહોંચીને ગાડીને JCBથી બહાર કાઢી. ગાડીમાં 14 લોકો સવાર હતા. આ લોકો લુધિયાણાથી આવ્યા હતા. 6 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા. 8 લોકોને બહરાઇચ રેફર કરી દેવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp