મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં RPF જવાનનું આડેધડ ફાયરિંગ, 4 લોકોના મોત

PC: indiatoday.com

જયપુરથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનના B5 કોચમાં થઇ હતી. ટ્રેનમાં થયેલી ફાયરિંગની આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ફાયરિંગની આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. રેલવે સુરક્ષા દળના એક જવાને ફાયરિંગ કરી હતી. ફાયરિંગ કરનારા RPF જવાન ચેતન સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું કે પાલઘર સ્ટેશન પાસ કર્યા પછી એક RPF જવાને ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ફાયરિંગ શરૂ કરી દીધી. એક RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી માર્યા પછી આરોપી દહિસર સ્ટેશનની પાસે ટ્રેનમાંથી કૂદી ગયો. આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું કે જવાને પોતાની સર્વિસ ગનથી ગોળી ચલાવી ટ્રેનમાં સવાર અન્ય એક RPF જવાનની સાથે ત્રણ મુસાફરોની હત્યા કરી દીધી. આ ટ્રેન જયપુરથી મુંબઈ જઇ રહી હતી. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી પાલઘરનું અંતર લગભગ 100 કિમી છે.

અધિકારી અનુસાર, ચેતન કુમાર ચૌધરીએ પોતાના એસ્કોર્ટ ડ્યુટી પ્રભારી ASI ટીકા રામ મીણાને ચાલતી ટ્રેનમાં ગોળી મારી દીધી. પોતાના સીનિયરને ગોળી માર્યા પછી કોન્સ્ટેબલ વધુ એક કોચમાં ગયો અને તેણે 3 મુસાફરોને ગોળી મારી દીધી.

અધિકારી અનુસાર, આરોપીએ મીરા રોડ અને દહિસરની વચ્ચે ટ્રેનમાંથી ભાગવાની કોશિશ કરી. પણ રાજકીય રેલવે પોલીસ(GRP)ના કર્મચારીઓએ તેને પકડી લીધો અને તેની સર્વિસ ગન પણ જપ્ત કરી લીધી. અધિકારીએ જણાવ્યું કે બોરીવલી રેલવે સ્ટેશન પર શવોને ટ્રેનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે RPFનો આરોપી જવાન હાલમાં મીરા રોડ રેલવે પોલીસની કસ્ટડીમાં છે. આ બંને RPF જવાનો ઓન ડ્યૂટી પર હતા અને ઓફિશ્યલ કામથી મુંબઈ આવી રહ્યા હતા. આરોપી જવાને પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી હતી.

મુંબઈના ડીસીપી વેસ્ટર્ન રેલવે સંદીપ વી.એ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે આરોપીની માનસિક સ્થિતિ ખરાબ હતી. પણ સવાલ એ ઊભા થાય છે કે જો તે માનસિક રીતે અસ્વસ્થ હતો તો તેને ડ્યૂટી પર શા માટે તૈનાત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp