70 કિમી કાપીને માર્કેટ પહોંચ્યો ખેડૂત, 5 ક્વિન્ટલ ડુંગળીના મળ્યા માત્ર 2 રૂપિયા

PC: financialexpress.com

મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતને એ સમયે જોરદાર ઝટકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે 70 કિલોમીટરની યાત્રા કરીને તેણે જે 5 ક્વિન્ટલ ડુંગળી વેચી હતી, તેના માત્ર 2 રૂપિયા મળ્યા. રિપોર્ટ મુજબ, ખેડૂતે પોતાની ડુંગળી જિલ્લાના એક વેપારીને વેચી હતી, જેણે બધા ખર્ચ વગેરે કાપીને માત્ર 2.49 રૂપિયાની ચૂકવણી કરી. આ ચૂકવણી પોસ્ટ ડેટેડ ચેક દ્વારા કરવામાં આવી અને તેમાં 2.49 રૂપિયાની રકમ ઘટાડીને માત્ર 2 રૂપિયા રહી ગઇ. આ ઘટના સોલાપુરના બરશી તાલુકાના રહેવાસી 63 વર્ષીય ખેડૂત રાજેન્દ્ર ચૌહાણની છે.

તેમણે કહ્યું કે, ગયા અઠવાડિયે તેની ડુંગળીને સોલાપુર બજાર પરિસરમાં એક રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત મળી અને બધા કપાત બાદ તેને માત્ર 2 રૂપિયા મળ્યા. મેં સોલપુરના એક ડુંગળીના વેપારીને વેચાણ માટે 5 ક્વિન્ટલ કરતા વધુ વજનની ડુંગળી 10 કોથળામાં મોકલ્યા હતા. જો કે, માલ ચડાવવા-ઉતરવા, ટ્રાન્સપોર્ટેશન, મજૂરી અને બાકી ખર્ચ કાપ્યા બાદ મને માત્ર 2.49 રૂપિયા મળ્યા. વેપારીએ મારી 100 રૂપિયા ક્વિન્ટલની કિંમતે ડુંગળી ખરીદી અને પાકનું વજન 512 કિલોગ્રામ હતું એટલે તેને વેચવા પર 512 રૂપિયા મળ્યા.

ખેડૂતે કહ્યું કે, 509.51 રૂપિયાનો ખર્ચ કાપ્યા બાદ મને 2.49 રૂપિયા પ્રાપ્ત થયા. તે મારા અને રાજ્યના બધા ડુંગળીના ખેડૂતોની બેઇજ્જતિ છે. જો અમને એવી કિંમત મળશે તો અમે જીવતા કેવી રીતે રહીશું. ડુંગળીના ખેડૂતોને પાકની સારી કિંમત મળવી જોઇએ અને પ્રભાવિત ખેડૂતોને વળતર મળે. ખેડૂતનો દાવો છે કે તેની ડુંગળીની સારી ક્વાલિટી હતી, જ્યારે વેપારીએ તેને નકારી દીધી. વેપારીએ કહ્યું કે, ખેડૂત માત્ર 10 કોથળા લાવ્યો હતો અને તે પણ સારી ક્વાલિટીના નહોત. એટલે તેને 100 રૂપિયા ક્વિન્ટલની કિંમત મળી.

બધા કપાત બાદ તેને 2 રૂપિયાનો ચેક મળ્યો. આ ખેડૂતે હાલના દિવસોમાં મને 400 કોથળા કરતા વધુ ડુંગળી વેચીને નફો મેળવ્યો છે. આ વખત તે બચેલી ડુંગળી લઇને આવ્યો, જે મુશ્કેલીથી 10 કોથળા હતા. કિંમત ઓછી હોવાના કારણે તેને આ કિંમત મળી છે. નાસિકના લાસલગાંવ સ્થિત દેશની સૌથી મોટી માર્કેટમાં ડુંગળીના હોલસેલ ભાવમાં 70 ટકાનો ઘટાડો છેલ્લા 2 મહિનામાં આવ્યો છે.

માર્કેટમાં ડુંગળીની આવક પણ બેગણી થઇ ચૂકી છે. બે મહિના અગાઉ સુધી 15 હજાર ક્વિન્ટલ ડુંગળી આવતી હતી, જે હવે વધીને 30 હજાર ક્વિન્ટલ પ્રતિદિન આવી રહી છે. ડુંગળીના હોલસેલ ભાવમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. થોડા મહિના પહેલા 1,850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ હતો, જે ઘટીને ફેબ્રુઆરીમાં 550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp