અજિત પવારને જે જોઇતું હતું તે મળી ગયું, મોટા ખાતા લઈ ગયા હમણા આવેલા નેતાઓ

મહારાષ્ટ્ર સરકારમાં તાજેતરમાં સામેલ થયેલા NCPના અજિત પવાર જૂથને અંતે પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. NCPને જે પોર્ટફોલિયોનો વિભાગ મળવાનો છે તેની પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. નાણા વિભાગ હવે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બદલે અજિત પવાર પાસે રહેશે.

મહારાષ્ટ્રમાં લાંબા સંઘર્ષ બાદ આખરે CM શિંદેએ NCPના નવનિયુક્ત મંત્રીઓના વિભાગોના વિભાજન પર અંતિમ મહોર લગાવી દીધી છે. NCPના ભાગે 7 મહત્વના મંત્રાલયો આવ્યા છે, જેમાં નાણા મંત્રાલયનો પણ સમાવેશ થાય છે, જેના માટે લાંબા સમયથી રસાકસી ચાલી રહી હતી. આ સિવાય NCPને આયોજન, અન્ન અને નાગરિક પુરવઠા, સહકારી મંડળીઓ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, રાહત અને પુનર્વસન, તબીબી શિક્ષણ મંત્રાલય મળ્યા છે.

અજિત પવારને નાણા મંત્રાલયની સાથે આયોજન મંત્રાલય પણ આપવામાં આવ્યું છે, જ્યારે છગન ભૂજબળને ફુડ અને સિવિલ સપ્લાય, સંજય બનસોડે  સ્પોર્ટસ અને યુવા મંત્રાલય,અનિલ પાટીલને રિલિફ અને રિહેલીબેશન વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો છે, જ્યારે અદિતી સુનિલ તાટકરેને મહિલા અને ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ અપાયો છે. ધનંજય મુંડેને કૃષિ મંત્રાલય અપાયું છે જ્યારે દિલિપ વાલસેને રેવન્યૂ અને એનિમલ હસબન્ડરી અને ડેરી ડેવલપમેન્ટ વિભાગ અપાયા છે.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે નાણાં મંત્રાલય અને સહકારિતા મંત્રાલયને લઇને NCP અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, જેને કારણે વિભાગોની વહેંચણીમાં વિલંબ થઇ રહ્યો હતો. અજિત પવાર નાણા મંત્રાલય અને સહકારિતા મંત્રાલય NCP પાસે રાખવા માટે આક્રમક હતા.

અજિત પવાર નાણાં અને સહકારિતા મંત્રાલય માટે એટલા માટે આક્રમક હતા, કારણ કે આ બંને વિભાગો NCP માટે મહત્ત્વના છે. મોટાભાગના NCP નેતાઓ સહકારી અથવા  ખાનગી ખાંડની મીલો ચલાવે છે. સાથે જ તેમનું સહકારી બેંકો પર પણ નિયંત્રણ છે. આ બંને ક્ષેત્રોમાં NCP નેતાઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એવામાં જો NCP પાસે સહકારિતા અને નાણાં મંત્રાલય આવી જાય તો તેમની સમસ્યાઓનું ઝડપી નિવારણ થઇ શકે.

જો કે ગયા વર્ષે જ્યારે એકનાથ શિંદે અને તેમના 40 સમર્થકોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો, ત્યારે તેમણે અજિત પવારને નાણાં મંત્રાલયને સંભાળવા પર આપત્તિ બતાવી હતી. એ દરમિયાન શિંદે અને તેમના જૂથના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ફંડ વિતરણના મામલામાં અજિત પવાર પક્ષપાત કરી રહ્યા છે.તેઓ શિવસેનાના ચૂંટણી ક્ષેત્રમાં NCP નેતાઓને વધારે ફંડ ફાળવે છે અને આવું કરીને તેઓ શિવસેનાને કમજોર કરવાની કોશિશ કરી રહ્યા છે.

આ પછી સંજય શિરસાટ, ગુલાબરાવ પાટીલ, દીપક કેસરકર, ભરત ગોગાવલે, શાહજીબાપુ પાટીલ અને શિંદે જૂથના ઘણા લોકોએ અજિત પવાર પર ખુલ્લેઆમ આરોપ લગાવ્યા. બીજી તરફ નાણા મંત્રાલય અજિત પવાર પાસે જશે તો શિંદે જૂથ માટે શરમજનક હશે. કારણ કે તેને આ અંગે લોકો અને મીડિયાના સવાલોનો સામનો કેમ કરવો પડી શકે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.