અજિત પવારને જે જોઇતું હતું તે મળી ગયું, મોટા ખાતા લઈ ગયા હમણા આવેલા નેતાઓ

મહારાષ્ટ્ર સરકારમાં તાજેતરમાં સામેલ થયેલા NCPના અજિત પવાર જૂથને અંતે પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. NCPને જે પોર્ટફોલિયોનો વિભાગ મળવાનો છે તેની પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. નાણા વિભાગ હવે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બદલે અજિત પવાર પાસે રહેશે.
મહારાષ્ટ્રમાં લાંબા સંઘર્ષ બાદ આખરે CM શિંદેએ NCPના નવનિયુક્ત મંત્રીઓના વિભાગોના વિભાજન પર અંતિમ મહોર લગાવી દીધી છે. NCPના ભાગે 7 મહત્વના મંત્રાલયો આવ્યા છે, જેમાં નાણા મંત્રાલયનો પણ સમાવેશ થાય છે, જેના માટે લાંબા સમયથી રસાકસી ચાલી રહી હતી. આ સિવાય NCPને આયોજન, અન્ન અને નાગરિક પુરવઠા, સહકારી મંડળીઓ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, રાહત અને પુનર્વસન, તબીબી શિક્ષણ મંત્રાલય મળ્યા છે.
અજિત પવારને નાણા મંત્રાલયની સાથે આયોજન મંત્રાલય પણ આપવામાં આવ્યું છે, જ્યારે છગન ભૂજબળને ફુડ અને સિવિલ સપ્લાય, સંજય બનસોડે સ્પોર્ટસ અને યુવા મંત્રાલય,અનિલ પાટીલને રિલિફ અને રિહેલીબેશન વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો છે, જ્યારે અદિતી સુનિલ તાટકરેને મહિલા અને ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ અપાયો છે. ધનંજય મુંડેને કૃષિ મંત્રાલય અપાયું છે જ્યારે દિલિપ વાલસેને રેવન્યૂ અને એનિમલ હસબન્ડરી અને ડેરી ડેવલપમેન્ટ વિભાગ અપાયા છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે નાણાં મંત્રાલય અને સહકારિતા મંત્રાલયને લઇને NCP અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, જેને કારણે વિભાગોની વહેંચણીમાં વિલંબ થઇ રહ્યો હતો. અજિત પવાર નાણા મંત્રાલય અને સહકારિતા મંત્રાલય NCP પાસે રાખવા માટે આક્રમક હતા.
અજિત પવાર નાણાં અને સહકારિતા મંત્રાલય માટે એટલા માટે આક્રમક હતા, કારણ કે આ બંને વિભાગો NCP માટે મહત્ત્વના છે. મોટાભાગના NCP નેતાઓ સહકારી અથવા ખાનગી ખાંડની મીલો ચલાવે છે. સાથે જ તેમનું સહકારી બેંકો પર પણ નિયંત્રણ છે. આ બંને ક્ષેત્રોમાં NCP નેતાઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એવામાં જો NCP પાસે સહકારિતા અને નાણાં મંત્રાલય આવી જાય તો તેમની સમસ્યાઓનું ઝડપી નિવારણ થઇ શકે.
જો કે ગયા વર્ષે જ્યારે એકનાથ શિંદે અને તેમના 40 સમર્થકોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો, ત્યારે તેમણે અજિત પવારને નાણાં મંત્રાલયને સંભાળવા પર આપત્તિ બતાવી હતી. એ દરમિયાન શિંદે અને તેમના જૂથના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ફંડ વિતરણના મામલામાં અજિત પવાર પક્ષપાત કરી રહ્યા છે.તેઓ શિવસેનાના ચૂંટણી ક્ષેત્રમાં NCP નેતાઓને વધારે ફંડ ફાળવે છે અને આવું કરીને તેઓ શિવસેનાને કમજોર કરવાની કોશિશ કરી રહ્યા છે.
આ પછી સંજય શિરસાટ, ગુલાબરાવ પાટીલ, દીપક કેસરકર, ભરત ગોગાવલે, શાહજીબાપુ પાટીલ અને શિંદે જૂથના ઘણા લોકોએ અજિત પવાર પર ખુલ્લેઆમ આરોપ લગાવ્યા. બીજી તરફ નાણા મંત્રાલય અજિત પવાર પાસે જશે તો શિંદે જૂથ માટે શરમજનક હશે. કારણ કે તેને આ અંગે લોકો અને મીડિયાના સવાલોનો સામનો કેમ કરવો પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp