
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, મહાત્મા ગાંધી પાસે કાયદાની કોઈ ડિગ્રી નહોતી. તેમણે કહ્યું કે, કેટલાક લોકો આનો વિરોધ પણ કરશે, પરંતુ હું તથ્યો સાથે આગળ વાત કરીશ. લેફ્ટનન્ટ ગવર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
23 માર્ચે મનોજ સિન્હાએ ITM યુનિવર્સિટી, ગ્વાલિયર ખાતે ડૉ. રામ મનોહર લોહિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને ફિલોસોફર તરીકે ડો. લોહિયાએ સમાનતા, માનવીય ગૌરવ અને સામાજિક ન્યાય માટે અથાક મહેનત કરી અને સામાન્ય માણસને નવી આશા આપી.
કાર્યક્રમને સંબોધતા મનોજ સિન્હાએ કહ્યું કે, કોણ કહેશે કે ગાંધીજી શિક્ષિત-પ્રશિક્ષિત ન હતા? પરંતુ શું તમે જાણો છો કે તેમની પાસે યુનિવર્સિટીની કોઈ ડિગ્રી કે લાયકાત નહોતી. તેની પાસે માત્ર હાઇ-સ્કૂલ ડિપ્લોમા હતો. તે કાયદાની પ્રેક્ટિસ કરવા માટે લાયક હતો, પરંતુ તેની પાસે કાયદાની ડિગ્રી નહોતી. મનોજ સિંહાએ કહ્યું કે માત્ર ડિગ્રી એ શિક્ષણ નથી.
મનોજ સિન્હાએ મહાત્મા ગાંધી વિશે કહ્યું કે, ગમે તેટલા પડકારો આવ્યા, ગમે તેટલી કસોટીઓ આવે, તેમણે ક્યારેય સત્યનો ત્યાગ કર્યો નથી અને મહાત્મા ગાંધીએ અંદરના અવાજને ઓળખ્યો હતો. પરિણામે, તેઓ રાષ્ટ્રપિતા બન્યા. બીજી એક વાત મારે કહેવાની છે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. દેશના ઘણા ભણેલા-ગણેલા લોકોને એવી પણ ખોટી માન્યતા છે કે, ગાંધીજી પાસે કાયદાની ડિગ્રી હતી. ગાંધીજી પાસે કોઈ ડિગ્રી નહોતી. સિન્હાએ કહ્યું કે ડિગ્રી કરતા શિક્ષણ વધુ મહત્વનું છે.
महात्मा गांधी के पास केवल हाई स्कूल डिप्लोमा था. उनके पास यूनिवर्सिटी की कोई डिग्री या योग्यता नहीं थी.
— Alok Putul (@thealokputul) March 24, 2023
-मनोज सिन्हा
जम्मू कश्मीर के उपराज्यपाल
ITM ग्वालियर, 23 मार्च 2023@TusharG pic.twitter.com/hwBmnsQS1R
મનોજ સિન્હાએ કહ્યું કે, કબીર દાસ ભણેલા હતા તે વાત ભૂલી જાઓ, તેમને પોતાનું નામ કેવી રીતે લખવું તે પણ આવડતું ન હતું. પરંતુ તેમના પર એક હજારથી વધુ PHD કરવામાં આવી છે. પણ કબીરે પોતાના અંદરના અવાજને પણ ઓળખી લીધો. સચિન તેંડુલકર પાસે પણ કોઈ ડિગ્રી નહોતી. તે માત્ર હાઈસ્કૂલ પાસ છે. તેણે પણ પોતાનો અંદરનો અવાજ ઓળખ્યો.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp