ધોનીએ 2000 કડકનાથ મરઘા ખરીદ્યા, માહી કરે છે આમાંથી કડક કમાણી
ટીમ ઇન્ડિયાના ધૂંરધર ખેલાડી,CSKના પૂર્વ કેપ્ટન અને જેમને COOL ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે તેવા મહેન્દ્ર સિંહ ધોની ક્રિક્રેટ, જાહેરખબરો અને એવા બધામાંથી તો ધૂમ કમાણી કરે જ છે, પરંતુ સાથે સાથે રાંચીના પોતાના ફાર્મ હાઉસ પર મોંઘી જાતના કડકનાથ મરઘાં પણ ઉછેરે છે, જેમાંથી પણ ધોની તગડી કમાણી કરે છે.
મધ્યપ્રદેશની એક સહકારી મરઘા ઉછેર કેન્દ્રએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના આદેશ પર પ્રોટીનથી ભરપૂર કડકનાથ જાતિના 2000 મરઘાંઓ ઝારખંડના રાંચીમાં તેમના ફાર્મમાં મોકલ્યા છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બ્લેક કડકનાથ ચિકનને છત્તીસગઢ સાથેની કાનૂની લડાઈ બાદ 2018માં Geographical Indications (GI) ટેગ મળ્યો હતો. આ મરઘો, તેના ઈંડા અને માંસ અન્ય જાતિઓ કરતાં વધુ કિંમતે વેચાય છે.
ઝાબુઆના કલેક્ટર સોમેશ મિશ્રાએ જણાવ્યું કે ધોનીએ સ્થાનિક સહકારી ફર્મને 2000 કડકનાથ મરઘાંઓનો ઓર્ડર આપ્યો હતો, જેને વાહનમાં રાંચી મોકલવામાં આવ્યા હતા.તેમણે કહ્યું,ધોની જેવા સ્ટારે કડકનાથ ચિકન બ્રીડમાં રસ દાખવ્યો છે તે સારું પગલું છે. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે, જેનાથી આ જાતિના મરઘાંઓ ઉછેરતા આદિવાસીઓને ફાયદો થશે.
ઝાબુઆના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા આઈએસ તોમરે જણાવ્યું હતું કે ધોનીએ થોડા સમય પહેલા ઓર્ડર આપ્યો હતો પરંતુ બર્ડ ફ્લૂ ફાટી નીકળવાના કારણે તેને મોકલી શકાયા નહોતા. ધોનીએ ઝાબુઆના રૂંડીપાડા ગામમાં કડકનાથ જાતિના ચિકનના ઉછેરમાં સંકળાયેલી સહકારી મંડળી ચલાવતા વિનોદ મેડાને ઓર્ડર આપ્યો હતો. મેડાએ કહ્યું કે ઝાબુઆની આદિવાસી સંસ્કૃતિના તીર કમાન્ડ પણ ધોનીને મોકલવામાં આવશે.
સોનાના ઈંડા આપનારી મરઘીની કહેવત તો તમે સાંભળી જ હશે, મરઘાંની એક દુર્લભ પ્રજાતિ કડકનાથ વિશે ઘણાં ઓછાં લોકો જાણે છે. આ મરઘાંના મોંઘા ઈંડા અને ચિકનથી દર મહિને લાખોનો કારોબાર થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક હજાર કડકનાથથી થોડાં જ દિવસોમાં દસ લાખ રૂરિયાની કમાણી થઇ શકે છે.આ મરઘાનું એક ઈંડું 17 રૂપિયામાં તો તેનું ચિકન 900 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડૂ, આંધ્રપ્રેદેશમાં પણ આ મરઘીની સારી કમાણી થઇ રહી છે.
કડકનાથ તેના સ્વાદ અને ઔષધીય ગુણ માટે પણ પ્રખ્યાત છે. તેનું લોહી, માંસ અને શરીર કાળા રંગનું હોય છે. અન્ય મરઘાની તુલનામાં તેના માંસમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હોય છે. તેમાં 18 પ્રકારના જરૂરી અમીનો એસિડ પણ મળી આવે છે. તેના મીટમાં વિટામિન બી-1, બી-2, બી-12, બી-6, સી અને વિટામિન ઈની માત્રા પણ મળી આવે છે. તે ઔષધી સ્વરૂપે નર્વસ ડિસઓર્ડરને ઠીક કરવામાં પણ ઉપયોગી થાય છે. તેનાથી લોહી સંબંધી અનેક બીમારીઓ ઠીક થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp