જમીયત ચીફનો નવો દાવો-ઇસ્લામ બહારથી આવ્યું નથી, ભારત જ તેની જન્મભૂમિ

PC: timesnownews.com

જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે, ઇસ્લામ બહારથી આવ્યો નથી, ભારત જ તેની જન્મભૂમિ છે. જમીયત ચીફે એક સભાને સંબોધીત કરતા કહ્યું કે, આ ધરતી (ભારત)ની વિશેષતા એ છે કે તે પહેલા પયગમ્બરની જમીન છે. દેશમાં મુસ્લિમો વિરુદ્ધ વિરોધની ભાવનાઓ વધી રહી છે. પોતાના નિવેદનમાં ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું કે, આ ધરતીની વિશેષતા એ છે કે તે ખુદાના સૌથી પહેલા પયગમ્બર બુલ બશર આદમ અલી સલામની જમીન છે. તમે અહીં પોતાની તશરીફ લાવ્યા.

તેમણે કહ્યું કે, આ ધરતી મુસ્લિમોની પહેલી માતૃભૂમિ છે. એ કહેવું છે ઇસ્લામ એક ધર્મ છે જે બહારથી આવ્યો છે. એકદમ ખોટું અને નિરાધાર છે. ઇસ્લામ બધા ધર્મોમાં સૌથી જૂનો ધર્મ છે. હિન્દી મુસ્લિમો માટે ભારત સૌથી સારો દેશ છે. પોતાના નિવેદનોમાં જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ આરોપ લગાવ્યો કે, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતની ઘટના સતત વધી રહી છે. દેશની અંદર ઇસ્લામો ફોબિયા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીના વધી રહેલા કેસમાં સરકાર મૌન છે.

દિલ્હીમાં રામલીલા મેદાનમાં આયોજિત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, સમાન નાગરિક સંહિતા (UCC) માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે દેશના અલગ અલગ સામાજિક સમૂહો, સમુદાયો, જાતિઓ અને બધા વર્ગો સાથે સંબંધિત છે. આપણો દેશ વિવિધાતામાં એકતા અને સાચો બહુધાવાદીનું સૌથી સારું ઉદાહરણ છે, પરંતુ આપણાં બહુધાવાદને નજરઅંદાજ કરતા જે પણ કાયદા પાસ થશે, તેનો દેશની એકતા, વિવિધતા અને અખંડતા પર સીધો પ્રભાવ પડશે.

જામિયાતે કહ્યું કે, સમાન નાગરિક સંહિતા લાવવાની સરકારની મંશા વૉટની રાજનીતિથી પ્રેરિત છે. જમીયત ઉલેમા-એ-હિંદે સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા વિરુદ્ધ સરકારને ચેતવણી આપી. સાથે જ કહ્યું કે, સરકાર સમાન નાગરિક સંહિતા કોર્ટોને ભરમાવી રહી છે. વર્તમાન સરકાર સમાન નાગરિક સંહિતા લાગૂ કરી મુસ્લિમ પર્સનલ લૉને સમાપ્ત કરવા માગે છે, જે વોટ બેંકની રાજનીતિથી પ્રેરિત છે. વર્તમાન કોર્ટોએ 3 તલાક, હિજાબ વગેરે મામલાઓમાં શરીયતના નિયમો અને કુરાનની આયાતોની માનમાની વ્યાખ્યા કરીને મુસ્લિમ પર્સનલ લોને સમાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp