નોકરાણી ઘરમાલિકને કહે-હા મેં કરી છે ચોરી, પણ કેસ કર્યો તો દુષ્કર્મના કેસ કરી દઈશ
બિહારના ફારબિસગંજની એક નોકરાણીએ ઘરેણાં અને રોકડ ચોરવા અને વધારાનું માલિકને દુષ્કર્મના આરોપમાં જેલ પહોંચાડવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આરોપી મહિલાના પતિએ પણ આ ધમકીને રીપિટ કરી. કહ્યું કે, જો તેની પત્ની વિરુદ્ધ ચોરીનો કેસ નોંધાવ્યો તો તો દુષ્કર્મના કેસમાં જેલ જશે. આ ઘટના બિહારના સુભાષ ચોકના રહેવાસી મનોહર કુમાર સિંહને ત્યાં ઘટિત થઈ છે. ઘટનાના પીડિત મનોહરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કાર્યવાહી કરવાની માગ કરી છે.
પીડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, રીના દેવી નામની એક મહિલા તેના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી. તે મહિલા વોર્ડ નંબર-1ના રહેવાસી રાકેશ પોદ્દારની પત્ની છે. 4 દિવસ અગાઉ જ્યારે મનોહર કુમાર સિંહની પત્ની છત પર છોડવાઓમાં પાણી નાખી રહી હતી. એ જ સમયે મહિલાએ કબાટની ચાવી કાઢીને કબાટ ખોલ્યો અને પછી 16 હજાર 500 રૂપિયા અને 3 સોનાની અંગૂઠી ચોરી લીધી, જેની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા કરતા વધુ છે. એ સિવાય કેટલાક આર્ટિફિશિયલ ઘરેણાં પણ ચોરી લીધા.
તેના આગામી જ દિવસથી મહિલાએ કામ પર આવવાનું બંધ કરી દીધું. જ્યારે ચોરીની જાણકારી મળી તો મહિલાને ઘરે બોલાવીને તેની સાથે પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન તેણે ચોરી કરવા અને આગામી દિવસે કામ પર આવવાના સમયે ચોરીના ઘરેણાં અને પૈસા પાછા આપવાની વાત કહી, જે વીડિયોમાં કેદ છે. ત્યારબાદ તે ફરી કામ પર ન આવી. જ્યારે સ્થાનિક લોકો વોર્ડના કોર્પોરેટર સંજય રજક, અશોક ગુપ્તા, મોહન સિંહ, અરુણ સિંહ, મોહન સ્વર્ણકાર વગેરે સાથે તેમના ઘર પર ગયા તો મકાન માલિકે જણાવ્યું કે, રીના પરિવાર સાથે સવારે 4 વાગ્યે જ નીકળી ગઈ છે.
તપાસ કરી તો રીના પોતાના પતિ અને બાળકો સાથે સ્થાનિક ચોક સ્થિત સીતા ધાર નીચે ટેમ્પો સ્ટેન્ડ પાસે મળી. જ્યારે તેના પર સામાન પાછો આપવા માટે દબાવ બનાવ્યો તો પહેલા મહિલાએ જેલ મોકલવાની ધમકી આપી. ત્યારબાદ તેના પતિ રાકેશ પોદ્દારે દારૂ પીને ન માત્ર અભદ્ર વ્યવહાર કર્યો, પરંતુ દબાવ બનાવવા પર પોતાની પત્ની સાથે દુષ્કર્મના કેસમાં જેલ મોકલવાની ધમકી આપી દીધી. મનોહર કુમારે પોતાની ફરિયાદમાં લખ્યું કે, રીનાનો પતિ રાકેશ વારંવાર આવીને તેને ધમકી આપી રહ્યો છે કે જો તેણે તેની પત્ની વિરુદ્ધ ચોરીનો કેસ નોંધાવ્યો તો તે દુષ્કર્મનો કેસ નોંધાવશે.
મનોહરના જણાવ્યા મુજબ, પહેલા એ આશા હતી કે નોકરાણી ચોરેલા પૈસા અને ઘરેણાં આપી દેશે, પરંતુ ત્યારબાદ તેના પતિના સૂર બદલાઈ ગયા. હવે સતત તે ધમકીઓ આપી રહ્યો છે ત્યારબાદ તેણે સ્થાનિક પોલીસની મદદ લીધી છે. આ સંબંધમાં પોલીસ સ્ટેશનના અધ્યક્ષ આફતાબ અહમદે ઘટનાની તપાસ કરવા અને આગળની કાર્યવાહી કરવાની વાત કહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp