ઉત્તરાખંડના ટીટ્રમેન્ટ પ્લાન્ટમાં કરંટ લાગવાને કારણે પોલીસકર્મી સહિત 15ના મોત

PC: rajyasameeksha.com

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક સૂએઝ પ્લાન્ટમાં વીજ કરંટ લાગવાથી 15થી વધુ મજૂરોના મોત થયા છે. અને ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. કેટલાક લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ આ સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે.ગંભીર રીતે ઘવાયેલા મજૂરોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

ચમોલીના સૂએઝ પ્લાન્ટમાં વીજ કરંટ લાગવાથી 15મજૂરોના મોત થયા છે. મોતનો આંકડો  વધી શકે છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ બચાવ કામગીરીની તપાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સૂએઝ પ્લાન્ટના નિર્માણ દરમિયાન ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગ્યો અને આ દર્દનાક દુર્ઘટના બની છે.

અલકનંદા નદીના કિનારે થયેલી આ દુર્ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સફોર્મર વિસ્ફોટ બાદ વીજ કરંટ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. ચમોલી અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ભયાનક દુર્ઘટનામાં લગભગ 20થી વધારે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમાંથી 2ની હાલત વધારે ગંભીર છે તેમને શ્રીનગરના હાયર સેન્ટર રીફર કરી દેવામાં આવ્યા છે. આ મોતની ઘટના પર તંત્રએ મોંઢુ સીવી લીધું છે. કોઇ પણ અધિકારી બોલવા તૈયાર થતા નથી.

બીજી તરફ, ચમોલીના જિલ્લા પોલીસ સુપ્રિન્ટડન્ટના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, ઉત્તરાખંડના DGP અશોક કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ચોકીના ઈન્ચાર્જનું પણ મોત થયું છે. બદ્રીનાથ હાઈવે પર આઉટપોસ્ટ ઈન્ચાર્જ તૈનાત હતા. મોત બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને ટેકનિશિયન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે ત્યાં 24 લોકો હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp