કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું ઉદયનું મોત, જાણો હવે કેટલા બચ્યા છે

PC: news18.com

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. જે ચિત્તાનું આ વખત મોત થયું છે, તેનું નામ ઉદય છે, જેને દક્ષિણ આફ્રિકાથી કૂનો લાવવામાં આવ્યો હતો. આ અગાઉ માદા ચિત્તા શાસાનું મોત થઈ ગયું હતું. ચિત્તા ઉદયનું મોત રવિવારે સાંજે 4:00 વાગ્યે થયું હતું. વન વિભાગની ટીમે સવારે જોયું હતું કે તેના સ્વાસ્થ્યમાં ગરબડ નજરે પડી રહી હતી. ત્યારબાદ તેને ટ્રેકૂલાઇઝ કરીને મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સાંજે 4:00 વાગ્યે તેનું મોત થઈ ગયું.

ઉદય દક્ષિણ આફ્રિકન ચિત્તો હતો અને આ જ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ 11 અન્ય ચિત્તાઓ સાથે કૂનો લઈ જવામાં આવ્યો હતો. વેટનરી ટીમ સોમવારે ઉદયના શબનું પોસ્ટમોર્ટમ કરશે. ભોપાલ અને જબલપુરથી વેટનરી વિશેષજ્ઞોને પોસ્ટમોર્ટમ માટે કૂનો મોકલવામાં આવ્યા છે. આખા પોસ્ટમૉર્ટમની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કૂનો નેશનલ પાર્કમાં આ બીજા ચિત્તાનું મોત છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા, જેમાંથી હવે 18 બચ્યા છે.

એપ્રિલ મહિનામાં ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો થયા બાદ આફ્રિકન ચિત્તાઓને મોટા વાડામાંથી ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકાથી ગત 18 ફેબ્રુઆરીના રોજ કૂનો નેશનલ પાર્ક લઈ આવવામાં આવ્યા હતા. તેમાંથી 12 ચિત્તાઓમાંથી 3 નર ચિત્તાઓને 17 એપ્રિલના રોજ ક્વોરેન્ટાઇનમાંથી મોટા વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. તો 18 એપ્રિલ અને 19 એપ્રિલના રોજ બાકી 9 ચિત્તાઓને પણ કૂનોના મોટા વાડામાં છોડી દેવામાં આવ્યા હતા.

મોટા વાડામાં છોડવામાં આવેલા ચિત્તા ત્યાં પોતે શિકાર કરી રહ્યા હતા. મોટા વાડામાં ચિતલ, જૈકાલ, સસલા, હરણ અને અન્ય પ્રાણીઓની મોટી સંખ્યા છે. ચિત્તા પ્રોજેક્ટ ચરણબદ્ધ આગળ વધી રહ્યો છે, નામીબિયન ચિત્તાઓને સફળતાપૂર્વક કૂનો પાર્કમાં વસાવવામાં આવ્યા છે. વર્તમાનમાં 4 ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. તો બાકી ચિત્તાઓ મોટા વાડામાં રહેલા છે. ડીપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસ્બેન્ડ્રી એન્ડ ડેરી (DAHD)ની મંજૂરી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર છેલ્લા 2 દિવસોમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા બધા ચિત્તાઓને મોટા વાડામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

સોમવારે ત્રણેય નર ચિત્તાઓને છોડ્યા બાદ મંગળવારે સવારે મોડી રાત સુધી બાકી 9 ચિત્તાઓને પણ 9 વાડામાં છોડી દેવામાં આવ્યા છે. તેમાંથી નર અને માદા ચિત્તાઓને અલગ-અલગ રાખવામાં આવ્યા છે. વર્તમાનમાં 1 મોટા વાડામાં 3 નામીબિયન ચિત્તાઓ ઉપસ્થિત છે, તેમને ખુલ્લા જંગલમાં છોડવાને લઈને અત્યાર સુધી કોઈ નિર્ણય થયો નથી. તો ક્વોરેન્ટાઇન અવધિ પૂરી કરી ચૂકેલા દક્ષિણ આફ્રિકન ચિત્તાઓને મોટા વાડામાં છોડી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp