જે બકરાને કરોડમાં વેચવાનો હતો એનું મોત, દાવો- શરીર પર લખેલું-‘અલ્લાહ’ ‘મોહમ્મદ'

PC: aajtak.in

મહારાષ્ટ્રના અંબરનાથથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં બકરી ઈદ અગાઉ સવા કરોડ રૂપિયાના ‘શેરુ’ નામના બકરાનું મોત થઈ ગયું. આ બકરાને કુરબાની માટે વેચવાનો હતો. જન્મથી જ બકરાના શરીર પર ઉર્દૂમાં ‘અલ્લાહ’ અને ‘મોહમ્મદ’ લખેલું હતું. બકરાના માલિક શકીલે તેના મોતની કિંમત 1 કરોડ 12 લાખ 786 રૂપિયા રાખી હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બકરી ઈદ અગાઉ 100 કિલોના શેરુનું મોત બીમારીના કારણે થઈ ગયું. ત્યારબાદ આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું.

શકીલ અને તેના પરિવારના લોકોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. સિદ્ધાર્થ નગરમાં રહેનારા શકીલ અંબરનાથ રેલવે સ્ટેશન સામે રોડ પર કપડાં વેચીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. શકીલને બકરા અને બકરીઓ પાળવાનો શોખ છે અને તેણે એક બકરી પાળી હતી, જે બચ્ચું જન્મ્યું હતું, એ બકરાનું નામ શકીલે શેરુ રાખ્યું હતું. નાની ઉંમરથી જ આ બકરાને તેણે લડકોડથી ઉછેર્યો હતો. જન્મથી જ બકરાના ગળા પર ઉર્દૂમાં ‘અલ્લાહ’ અને ‘મોહમ્મદ’ શબ્દ લખેલા હતા.

આ બકરાના માત્ર 2 દાંત હતા અને તેનું વજન 100 કિલો હતું. શકીલે આ બકરાને સવા કરોડમાં વેચીને ગામમાં એક શાળા બનાવવાનું સપનું જોયું હતું. શકીલે આ બકરાને આગામી (બકરી ઈદ) 29 જૂનના રોજ 1 કરોડ 12 લાખ 786 રૂપિયામાં વેચવાનો નિર્ણય લીધો હતો. શેરુના માલિક શકીલ રોજ તેને સવાર સાંજ સફરજન, દ્રાક્ષ, બાજરી, મક્કાઈ, ચણા, કાજુ-બદામ જેવું ભોજન ખવડાવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શેરુ બીમારીથી ઝઝૂમી રહ્યો હતો. શકીલને આશા હતી કે તે સારો થઈ જશે. તેને રોજ 2 હજાર રૂપિયાની દવા આપતો હતો, પરંતુ અચાનક બીમારીના કારણે તેનું મોત થવાથી શકીલનું સપનું તૂટી ગયું.

આ બકરીની કિંમતને લઈને આખા રાજ્યમાં ચર્ચા હતી. બકરા શેરુના મોત બાદ શકીલના ઘરમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, શકીલ પાસે અગાઉ પણ એક બેઝકિંમતી બકરો હતો, જેની કિંમત તેણે 12 લાખ રૂપિયા રાખી હતી. જો કે ત્યારે તેને કોઈ ખરીદદાર ન મળવા પર શકીલે બકરી ઈદ પર પોતે જ તેની કુરબાની આપી દીધી હતી. એટલે આ વખત તે દરેક એ જાણવા ઉત્સુક હતું કે શેરૂ કેટલામાં વેચાઈ રહ્યો છે, પરંતુ બકરી ઈદ અગાઉ તેનું મોત થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp