ગભરાટ, તાવ અને પછી હૉસ્પિટલ, રૂમમાં 500 છોકરીઓને જોઇને બેહોશ થઇ ગયો છોકરો

PC: twitter.com/kumarprakash4u

બિહારના નાલંદા જિલ્લાથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક છોકરાને ખબર પડી કે તે 500 છોકરીઓથી ભરેલા હોલમાં એકલો છે તો તે બેહોશ થઇ ગયો. બિહાર શરીફમાં અલ્લામાં ઇકબાલ કૉલેજનો વિદ્યાર્થી મણિશંકર બ્રિલિયન્ટ સ્કૂલમાં ઇન્ટર મીડિએટની પરીક્ષા આપવા ગયો હતો. ત્યાં જેવી જ તેને ખબર પડી કે તે 500 છોકરીઓથી ભરેલી રૂમમાં એકલો છોકરો છે તો તે ગભરાઇને પછી બેહોશ થઇ ગયો.

મણિશંકરની માસીએ જણાવ્યું કે, ગભરાટના કારણે બેહોશ થઇ ગયો હતો. તેને તાવ આવી ગયો અને તેને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. એક સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર ગયો ત્યારે તેણે જોયું કેમ રૂમ છોકરીઓથી ભરેલો છે, જેથી તે ગભરાઇ ગયો અને તેને તાવ આવી ગયો. વિદ્યાર્થીને સારવાર માટે સદર હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં હાલમાં તેની હાલત સ્થિર છે.

બિહારમાં બુધવારે 1 ફેબ્રુઆરી 2023થી હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં તેના માટે 1464 પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ વખત ઇન્ટરની પરીક્ષામાં કુલ 13 લાખ 18 હજાર 227 વિદ્યાર્થી સામેલ થઇ રહ્યા છે. તેમાં 6,36,432 છોકરીઓ અને 6,81,795 છોકરાઓ સામેલ છે. પરીક્ષાનું આયોજન બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિ કરી રહી છે.

બિહારમાં નકલ વિહિન પરીક્ષા કરાવવા માટે બિહારમાં નવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ થવા અગાઉ હોબાળો પણ થઇ ગયો, તેમાં પ્રશાસન અને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું, પરંતુ સુરક્ષાબળોએ મામલો થાળે પાડ્યો. બીજી તરફ પરીક્ષાના પેપર ફૂટવાના સમાચાર પણ આવ્યા છે, જો કે, આ અંગેની પુષ્ટિ થઇ શકી નથી અને તે ફેલાવવા માટે કેટલાક લોકો પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અલ્લામા ઇકબાલ કૉલેજ સેન્ટર બિહાર શરીફના બ્રિલિયન્ટ કોન્વેટ સ્કૂલમાં પડી હતી. મનીશનું આજે ગણીતનુ પેપર હતું. એક તો પેપર મુશ્કેલ પરીક્ષા કેન્દ્રની અંદર મોટી સંખ્યામાં છોકરીઓને જોઇને બેહોશ થઇ ગયો. આ મામલાને લઇને જ્યારે નાલંદા DEO કેશવ પ્રસાદના નંબર પર ફોન કરવામાં આવ્યો તો તેમણે ફોન ન ઉપાડ્યો. સવાલ ઉઠે છે કે આ ભૂલ કેવી રીતે થઇ ગઇ. વિદ્યાર્થિનીઓના કેન્દ્ર પર એક વિદ્યાર્થીનું સેન્ટર કેવી રીતે આપવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp