ચંબલના પૂર્વ ડાકૂ મલખાન સિંહ આ પાર્ટીમાં સામેલ, ડાકૂ કહેનારાને પતાવી દેતા

PC: thedailyguardian.com

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પાર્ટી બદલીનું રાજકારણ શરૂ થઇ ગયું છે. આ બધાની વચ્ચે ભોપાલમાં ચંબલના પૂર્વ ડાકૂ મલખાન સિંહ પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સિંહની હાજરીમાં મલખાન સિંહે સભ્યતા ગ્રહણ કર્યું. તેમણે કહ્યું કે, પહેલા અન્યાયની સામે બંદૂક ઉઠાવી હતી અને અત્યાચાર સામે શંખનાદ કરવામાં આવશે.

ભૂતકાળમાં ભાજપા જોઇન કર્યું હતું

2014માં મલખાન સિંહે ભાજપાના પક્ષમાં પ્રચાર કર્યો હતો. તેમના દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આખા વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યો. મલખાન સિંહે ભૂતકાળમાં ભાજપા જોઇન કર્યું હતું. મલખાન સિંહને આશા હતી કે ભાજપા તેમને ટિકિટ આપશે પણ એવું થયું નહોતું.

ત્યાર પછી 2019માં મલખાન સિંહે ભાજપા સાથે છેડો ફાડી દીધો. મલખાન સિંહે કહ્યું કે, ભાજપાની સરકારમાં મહિલાઓ પર અત્યાચાર અને અન્ય ગુનાહિત મામલાઓ ઘણાં છે. સાથે જ જાહેરાતો સિવાય રાજ્યના નાગરિકોને કશું મળ્યું નથી. આ કારણે તે કોંગ્રેસમાં જોડાયા છે. હવે તે કમલનાથને ફરી એકવાર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા પ્રચાર કરશે.

એક સમય હતો જ્યારે ચંબલમાં મલખાન સિંહનો ઘણો ધાક હતો. મલખાન સિંહને ડાકૂ શબ્દ પસંદ નહોતો. જે પણ તેને એ નામથી બોલવતા તેને ખતમ કરી દેતા હતા. ત્યાર પછી તેની ઓળખ બાગીના રૂપમાં થઇ. તત્કાલીન મુખ્યમંત્રી અર્જુન સિંહની સામે મલખાન સિંહે સરેન્ડર કર્યું ત્યાર સુધીમાં તેના નામે 94 ગુનાહિત કેસો દાખલ થઇ ચૂક્યા હતા.

મલખાન સિંહે તેના સાથીઓ સાથે સરેન્ડર કર્યા પછી 6 વર્ષ સુધી જેલમાં સજા કાપી. ત્યાર પછી મલખાન સિંહને છોડી દેવામાં આવ્યા. તે સમયે મલખાન સિંહનો ખૌફ માત્ર મધ્ય પ્રદેશ સુધી જ સીમિત નહોતો. બલ્કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલો હતો.

રામ મંદિરની જમીનથી વિવાદ શરૂ થયો હતો

આ વાતનો ઉલ્લેખ મલખાન સિંહ ઘણીવાર કરી ચૂક્યા છે કે તેમના દ્વારા રામ મંદિરની જમીનને લઇ થયેલા વિવાદ પછી બંદૂક ઉઠાવવામાં આવી હતી. રામ મંદિરની 100 વીંઘા જમીન પર અમુક લોકોએ કબ્જો કરી લીધો હતો. જ્યારે મંદિરની જમીનથી કબ્જો હટાવીને તેને ફરી મંદિરમાં સામેલ કરી દેવામાં આવી તો મલખાન સિંહે બંદૂકનો ત્યાગ કર્યો. ભૂતકાળમાં મલખાન સિંહ લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જેમાં તે જીતી શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp