ગુજરાત પોલીસ પર ગુસ્સે ભરાયા મમતા બેનર્જી, આપી ચેતવણી, બોલ્યા- આ દૂસ્સાહસ...
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે (16 જાન્યુઆરી 2023ના રોજ) તેમણે કહ્યું કે, સાકેત ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં પશ્ચિમ બંગાળ સરકારના ગેસ્ટ હાઉસથી ગેરકાયદેસર રૂપે CCTV ફૂટેજ જપ્ત કરી હતી. તેમનું કહેવું છે કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ કરી હતી.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીને નિર્દેશ આપ્યા કે જો ભવિષ્યમાં કોઇ મંજૂરી વિના ગેસ્ટ હાઉસના પરિસરમાં પ્રવેશ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુર્શીદાબાદના સાગરદીધીમાં એક સરકારી કાર્યક્રમમાં સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી નવી દિલ્હીમાં બંગા ભવનના CCTV ફૂટેજ જપ્ત કરી લીધા હતા. હું આ દૂસ્સાહસ (CCTV ફૂટેજ જપ્ત કરવા)ની નિંદા કરું છું.
બંગા ભવન બંગાળ સરકારની સંપત્તિ છે અને હું મુખ્ય સચિવને કહેવા માગીશ કે જો કોઇ મંજૂરી વિના પરિસરમાં પ્રવેશ કરે છે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન મોટા ભાગે અભિષેક બેનર્જીના ઘરે રહે છે, પરંતુ જ્યારે એકલા મુસાફરી કરે છે તો બંગાળ ભવનમાં રહે છે. બંગાળ ભવનમાં મુખ્ય ન્યાયાધીશ, રાજનેતા, રાજ્યપાલ અને પત્રકાર દરેક સમયે ત્યાં રહે છે અને ગુજરાત પોલીસે તેની બધી CCTV ફૂટેજ જપ્ત કરી છે.
તેમણે ગુજરાત પોલીસને સવાલ કરતા કહ્યું કે, તેઓ શું જાણવા માંગે છે? તેમને એમ કરવાનો અધિકાર કોણે આપ્યો? મમતા બેનર્જીએ સ્પષ્ટ રૂપે એ તારીખનો ઉલ્લેખ ન કર્યો, જે દિવસે CCTV ફૂટેજ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું કે, આ ઘટના સાકેત ગોખલેની ધરપકડ બાદ થઇ છે. તૃણમૂલ કોંગ્રેસના એક સામાજિક કાર્યકર્તાને ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી ધરપકડ કરી.
તેમની એક વખત રાજસ્થાનના એક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી અને કોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ તેમની ફરી બંગાળ ભવનમાં ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે 29 ડિસેમ્બરના રોજ સાકેત ગોખલેને બંગાળ ભવનથી ધરપકડ કરી હતી. ગયા વર્ષે મોરબી પુલ અકસ્માતની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરબી પુલ અકસ્માતને લઇને તેમણે ટ્વીટ કરી હતી. આ સંબંધમાં આ તૃણમૂલ કોંગ્રેસના નેતાની ત્રીજી ધરપકડ હતી. ત્રીજી ધરપકડ બે વખત કોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ થઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp